લીડરશીપ(આગેવાની) એટલે શું?
લીડરશીપ (આગેવાની)વિશે ઘણા લોકોની માન્યતા અલગ-અલગ હોય છે. ઘણા લોકો એવું માને છે કે લીડરશીપ(આગેવાની) શબ્દ રાજકારણ તથા કોર્પોરેટ સાથે સંકળાયેલો છે પરંતુ એવું નથી. લીડરશીપ(આગેવાની) એ આપણા વ્યકિતત્વની એક લાક્ષણિકતા છે
. લીડરશીપ(આગેવાની) એ કોઈ હોદો કે પદ નથી. લીડરશીપ(આગેવાની) એક જવાબદારી(રોલ) છે. કોઈપણ વ્યકિતગત અથવા સામૂહીક કે સાર્વજનિક કાર્ય માટે આપણે જવાબદારી નિભાવીએ એટલે લીડરશીપ(આગેવાની) લીધી કહેવાય. લીડરશીપને(આગેવાની) આપણે બે વિભાગમાં વહેંચી શકીએ.
- હોદો અને સત્તા સાથેની લીડરશીપ(આગેવાની).
- હોદો અને સત્તા વગરની લીડરશીપ(આગેવાની).
ઘણા લોકો એવું માનતા હોય છે કે જેમની પાસે કોઈ હોદ્દો અને સત્તા
(પાવર અને પોઝીશન) હોય તેઓ જ લીડર(આગેવાન) કહેવાય. પરંતુ લીડરશીપ(આગેવાની)ને હોદો અને સત્તા સાથે કોઈ મતલબ નથી. હોદો અને સત્તા વગર પણ લીડરશીપ(આગેવાની) લઈ શકાય. આ બાબતને આપણે એક ઉદાહરણ સાથે સમજીએ.
એક સમાજમાં મનુકાકા લગભગ ૨૦ વરસથી પ્યુન (પટાવાળા)
તરીકેની જવાબદારી નિભાવે છે. એમની પાસે કોઈ હોદ્દો કે સત્તા નથી છતાં તેઓ એમના કામમાં ખૂબ જ વફાદાર અને એમનું વ્યકિતત્વ એવું કે સમાજના દરેક વર્ગના નાગરિકો એમને ખૂબ જ માન-સન્માન આપે. મનુકાકા દરેક જવાબદારી માટે ખૂબ જ ઉત્સાહી, પોતાનું કામ નિષ્ઠાપૂર્વક કરે સાથે સાથે બીજાને પણ કામમાં ઘણી મદદ કરે. સમાજમાં તેઓ દરેકને માટે એક રોલ મોડેલ સમાન, સમાજના ફેવરીટ નાગરિક એટલે મનુ કાકા.
આજ સમાજના મુખ્ય આગેવાન કે જેઓ ખૂબ જ આક્રમક અને રાજનીતિ સ્વભાવના. સમાજના કોઈપણ નાગરિક નાની પણ ભૂલ કરે તેમની પરવાનગી વગર કોઈ કાર્ય કરી કે કોઈ પ્રશ્ન કરે તો તેમનું જાહેરમાં અપમાન કરી નાંખે. પોતે માલિક હોય એ રીતે સૌ નાગરિક સાથે ખૂબ જ સખ્તાઈ પૂર્વક વર્તન કરે. સમાજમાં એમની ઈમેજ હીટલર જેવી. સમાજના દરેક લોકો એમના એટીટયુડથી ખૂબ જ નારાજ પણ સ્વમાન ગવાવવાના ડરે કોઈ એમની સામે બોલે નહી.
ઉપરના ઉદાહરણમાં મનુકાકા હોદ્દો અને સત્તા વગર પણ સૌ માટે રોલ મોડેલ. બીજી તરફ આગેવાન હોદ્દો અને સત્તા હોવા છતાં પણ સૌથી અળખામણા.
આ ઉદાહરણ પરથી તમે સમજી ગયા હશો કે સફળ લીડર બનવા માટે હોદ્દો અને સત્તાની જરૂર પડતી નથી. આપણી પાસે કોઈ હોદ્દો અથવા સત્તા ન હોય તો પણ આપણા વ્યકિતત્વ અને આપણા કાર્યો દ્વારા આપણે બીજા માટે રોલ મોડેલ બની શકીએ છીએ અને એ જ સાચી લીડરશીપ(આગેવાની) છે.
આ વિશ્વમાં અલગ અલગ ક્ષેત્રના ઘણા સફળ લીડરો એવા છે જેઓ પાસે સત્તા અને હોદ્દો નથી છતાં પણ તેઓ લોકો માટે રોલ મોડેલ સમાન હોય છે . ઘણા સફળ લીડરો આગેવાનો એવા પણ છે જેમની પાસે સત્તા અને હોદ્દો હોય છે અને તેનો સારા હેતુ માટે ઉપયોગ કરી તેઓ લોકોને લાભ આપી સાચા લીડર કે આગેવાન સાબિત થાય છે અને ઘણા લીડરો એવા પણ હોય છે જેમની પાસે સત્તા અને હોદ્દો હોય છે પરંતુ તેનો દુરુપયોગ કરી પોતાના સમાજમાં લોકોને લાભ આપવાની જગ્યાએ નુકશાન કરે છે અથવા પોતાના સ્વાર્થ માટે ઉપયોગ કરે છે આથી આવા લીડરો (આગેવાનો) નિષ્ફળ લીડર સાબિત થાય છે.
આજે દુ:ખદ બાબત એ છે કે ઘણા લીડર બનવા ઈચ્છતા લોકો ફકત સત્તા અને હોદો મેળવવા માટે કઈપણ કરી છૂટે છે પરંતું તે મેળવ્યા બાદ જે જવાબદારીઓ નીભાવવાની હોય છે તે નીભાવવામાં ઉણા ઉતરે છે આથી આ હોદો અને સત્તા લાંબો સમય ટકાવી શકતા નથી.
આજે કુટુંબ, ગામ, સમાજ, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, સહકારી
સંસ્થાઓ, સેવાકીય સંસ્થાઓ, મ્યુનિસિપલ કોર્પોરેશન, સરકારી
સંસ્થાઓ તથા રાજકીય ક્ષેત્રે એક તરફ સીનીયર લીડરો પોતાની સત્તા
અને હોદ્દો છોડવા તૈયાર નથી તો બીજી તરફ યુવાનો લીડરશીપ(આગેવાની) લેવા માટે થનગની રહ્યા છે અને આવા વાતાવરણમાં લીડરશીપ(આગેવાની)ની સાચી વ્યાખ્યા ભૂલાઈ ગઈ છે. આજે નાના-મોટા દરેક માળખાઓમાં લીડરો(આગેવાનો) અને નાગરિકો(ફોલોવરો)માં એકતાનો અભાવ જોવા મળે છે આથી ચુટણીઓનું પ્રમાણ પણ ઘણું વધી ગયુ છે. ફકત સત્તા અને હોદ્દા પાછળ લોકો એટલા ભૂખ્યા બન્યા છે કે લીડરશીપ(આગેવાની)નો સાચો ઉદ્દેશ્ય પણ ભૂલાઈ ગયો છે, આથી સાચા અને સફળ લીડરોની સંખ્યા ઘટતી જાય છે અને સત્તા ભૂખ્યા લીડરોની સંખ્યા વધી રહી છે.
શું આ સાચી અને સફળ લીડરશીપ છે ? હું તો આ બાબત સાથે જરા પણ સંમત નથી.
એક લીડર બનવા ઈચ્છતી વ્યકિત જયારે લીડરશીપની સફર શરૂ કરે છે ત્યારે પોતે સમાજનો એક જાગૃત નાગરીક છે અને સમાજ પ્રત્યેની પોતાની અમુક ફરજો છે એવું સમજી, લીડરશીપની સાચી વ્યાખ્યાને પોતાનું કર્તવ્ય માની સફળ અને સાચા લીડર બનવાનું લક્ષ્ય નકકી કરે તો આ વિશ્વમાં અનેક સફળ અને સાચા લીડરોની ફોજ તૈયાર થાય છે પોતાના સમાજ ,દેશ અને સમગ્ર વિશ્વની ઉન્નતિ માટે પોતાનું યોગદાન આપી પૂરા સમાજ દેશ અને વિશ્વના લોકોના જીવનને વધુ બહેતર બનાવી શકે. સાચું કે નહીં ?
મિત્રો, મેં સફળ અને સાચા લીડરો તૈયાર કરવાનું એક મોટું સ્વપ્ન જોયું છે આથી આ વાત મારા આર્ટીકલ દ્વારા હું લોકો સુધી પહોંચાડવા માગું છું.
0 Comments
Coments