આર્ટીકલ

6/recent/ticker-posts

સંગઠન માં શક્તિ છે







સંગઠન માં શક્તિ છે.....✍✍✍
            ગ્રુપ એટલે સંગઠન.....✍✍✍
          યુવાન જ આજના આ સમાજ માં મહત્વ નો પાયો છે. યુવાનો સમાજનાં દરેક કામોમાં સાથ સહકાર આપે, સમાજની જરૂરિયાતો અને સમસ્યાઓ વિશે ચિંતન કરે,વડીલોને સાથ સહકાર આપે તો જ સમાજ આગળ આવવાનો છે. યુવાનો વગર સમાજ નકામો છે.
      જે સમાજ માં મહેનતુ યુવાનો હસે તે સમાજ વધુ ને વધુ આગળ વધશે. જે કામ કરવુ છે તેનો વિચાર કરી , મિટીંગો ભરી,કમીટી ની રચના કરી,લાંબી ચર્ચાવિચારણા પછી આપણે એ કામ ને અમલમાં મુકવુ જોઇએ.અને એ કામ જો યુવાનો પોતાના હાથ પર લઈ લે તો આ કામ ચપટી વગાડતાં પુરુ થઈ જાય અને યુવાન નો વિકાસ પણ થાય... જ્યાં સુધી સમાજનો યુવાવર્ગ સમાજની જરૂરિયાતો અને સમસ્યાઓ વિશે  આગેવાનો અને વડીલોને રજૂઆત કરતો નહીં થાય ત્યાં સુધી સમાજ વિકાસ ના પાટા પર ચઢી શકતો નથી.
               આપણા સમાજના યુવાનો મહેનતુ, સમજદાર અને ખૂબીઓથી ભરેલા છે ફક્ત સમાજની જરૂરિયાતો અને સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે જેથી સમસ્યાઓ દૂર થઈ જશે અને જરૂરિયાતો પૂરી થશે..✍
       

                        ઇસરાઈલ અરોડિયા.....✍✍🤲