આર્ટીકલ

6/recent/ticker-posts

સફળતા એટલે શું?





સફળતા એટલે શું?....✍✍✍✍
       આપણે ધારેલા કાર્યો થાય અને ઇચ્છિત પરિણામો મળે એને આપણે સફળતા ગણીએ છીએ. અને એ સ્વાભાવિક છે. સફળતાનો આ સર્વ સામાન્ય અને સર્વસ્વીકૃત અર્થ છે. સ્થૂળ રીતે તો આ અર્થ સાચો જ છે. પણ જો સૂક્ષ્મ રીતે વિચારીએ તો કેટલાક સૂફી-સંતોએ ફિલોસોફરોએ સફળતાની જે સમજણ આપી છે તે ખરેખર માર્મિક અને સમજવા જેવી છે સફળતા માટે એ કહે છે કે....
👉જિંદગીની દરેક ક્ષણે ખુશ રહેવું.
👉અવાર નવાર ઘણું હસવું અને મુસ્કુરાતા રહેવું.
👉બુદ્ધિશાળી લોકો તરફથી આદર અને સન્માન મેળવવો.
👉 બાળકો તરફથી પ્રેમ મેળવવો.
👉 ઈમાનદાર વિવેચકોની પ્રશંસા મેળવવી.
👉 ખોટા મિત્રો કે સગાવહાલાઓના  દગાને પચાવી જાણવો.
👉સુંદર કાર્યોની અને સુંદર કાર્ય કરનારાઓ ની કદર કરવી.
👉બીજા લોકોમાં રહેલ શ્રેષ્ઠ બાબતોને શોધવી.
👉 એકાદ સુંદર નાનકડો બગીચો બનાવીને કે નાગરિકોને જરૂરિયાત સુવિધા ઊભી કરીને સમાજની સ્થિતિમાં થોડો ઘણો સુધારો કરીને.
👉 એક સ્વસ્થ સંતાનની ભેટ આપીને પણ દુનિયાને થોડી વધુ સારી બનાવી ને જ દુનિયા છોડવી.
👉 અને જિંદગીમાં એવી કોઈ વ્યક્તિ, કુટુંબ કે જમાત બનાવવી કે.જે તમારા જીવીત હોવા માત્ર ના કારણે કે તમારા પ્રયત્નોને કારણે સુખ-ચેન નો  અનુભવ લઇ રહ્યું હોય...
     બસ આ જ છે સફળતા....