🇮🇳🇮🇳🇮🇳.. .✍✍✍✍
આપવાનું સુખ અનંત છે.
ક્યારેક પોતાના ભાગને ભુલીને બીજાને શું આપ્યું તેને જ સાચું જીવન કહે છે.....
આપણે અનેકવાર સ્વજનોને ગિફ્ટ આપીએ કે મદદ કરીએ છીએ ત્યારે એમની પાસેથી ચોક્કસ વર્તનની આશા રાખીએ છીએ. આપણને આપવાનું ગમે છે પણ આશા રાખીને આપણે એ સુખ થી દુર થઈ જઈએ છીએ. જે આપવાથી મળવું જોઈએ. કોઈક ને કંઈ પણ આપતી વખતે તે મદદ કરતી વખતે પણ આપણે ઈચ્છીએ છીએ કે આપણા આપવાથી એ વ્યક્તિ પર જે ખાસ અસર થઈ છે તેની એક ઝલક ક્યાંક જોવા મળે, વર્તનમાં નહીં શબ્દોમાં.
આમ કરીને આપણે આપવાના સુખથી વંચિત રહી જઈએ છીએ. સુખ શરતોભર્યું ન હોઈ શકે જો એવું હોય તો એ બંધન બની જાય છે. અપેક્ષા કે આશા રાખવાની સાથે જ આપણે આપણા વર્તન ને પણ નિર્દેશિત કરી દઈએ છીએ.
જો આપવાનું સુખ અનુભવવું હોય તો એવો વિચાર રાખવાનો રહેશે કે આપણે નસીબદાર છીએ કે કોઈના માટે કંઈક કરી શકવાની તક મળી. લોકો બધા પાસે મદદની આશા નથી રાખતા. બધા મદદ કરી શકવા માટે સક્ષમ પણ નથી હોતા. મુક્ત મને જો કહ્યા વિના કોઈના માટે કંઈક કરવામાં આવે તો આપવાના સુખનો આનંદ માણી શકાય છે. મહાપુરુષે કહ્યું છે તમને જે મળે છે, તમે એને આજે આજીવિકા બનાવી શકો છો તમે જે કોઈને આપો છો એનાથી તમે જીવનનું ઘડતર કરો છો....✍✍✍✍
Social Plugin