આર્ટીકલ

6/recent/ticker-posts

વોટ્સએપમાં નંબર સેવ કર્યા વગર કોઈને મેસેજ કેવી રીતે મોકલવો?

મિત્રો તમને બધાને ખબર છે કે જ્યારે આપણને કોઈ પણ નવા વ્યક્તિને વોટ્સએપ પર મેસેજ કરવો હોય છે ત્યારે દર વખતે તમારે તે નવો નંબર સેવ કરવો પડે છે અને ત્યારબાદ જ તમે નવા વ્યક્તિને મેસેજ કરી શકો છો.

પણ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આજે આપણે એક એવી સરળ રીત જાણીશું જેના દ્વારા તમે વોટ્સએપ પર કોઈ પણ નવા વ્યક્તિને તેનો નંબર સેવ કર્યા વાર મેસેજ મોકલી શકો છો.

તમને હું કોઈ થર્ડ પાર્ટી એપ્લિકેશન કે કોઈ પણ જગ્યાએ લૉગ ઇન કરવા માટેનું નથી કહેવાનો, આ વોટ્સએપની જ એક મુખ્ય રીત છે.

સૌપ્રથમ તમારા મોબાઇલમાં કોઈ પણ વેબ બ્રાઉઝર ખોલો.


હવે તેના એડ્રેસ બારમાં "wa.me/દેશના કોડ સાથે મોબાઇલ નંબર" લખવાનો છે. ભારતનો કોડ 91 છે તો તમારે "wa.me/" પછી 91 અને જેને તમારે મેસેજ કરવાનો છે એનો મોબાઇલ નંબર લખવાનો છે જેમ કે  વોટ્સએપ નંબર 9427646283 છે તો તમે અમારો નંબર સેવ કર્યા વગર અમને "wa.me/919427646283" એન્ટર કરીને મેસેજ મોકલી શકો છો.




હવે લીલા કલરના બટન પર ક્લિક કરશો તો તમારું વોટ્સએપ ખૂલી જશે.



આવી રીતે ડાઇરેક્ટ તમારું વોટ્સએપ ખુલશે અને તમે તે નંબર પર મેસેજ કરી શકશો.

તો મિત્રો આશા છે કે આ રીત તમને સરળ લાગી હશે. તમને આ ફીચર કેટલું ઉપયોગી થશે? એ જરૂર  જણાવો

.


Post a Comment

0 Comments