જો તમને એવો કોઈ મેસેજ મળે છે જેનાથી તમે સહમત નથી કે અસહજ અનુભવો છો તો તેવા મેસેજ અંગે તપાસ કરો અને જામકારી મેળવો કે જે તે મેસેજ તમારી ભાવનાઓ ઉશ્કેરવા માટેના ઉદ્દેશ્યથી તો નથી મોકલવામાં આવ્યો ને. મેસેજ પર વિશ્વાસ થયા બાદ જ તેને આગળ ફોરવર્ડ કરો નહિ તો ડીલીટ કરો. જો કોઈ સ્વાસ્થ્ય સંબંધી મેસેજ મોકલે છે તો તેને પૂછો કે આપવામાં આવેલ જાણકારી કે દાવાનો સ્ત્રોત શું છે.
જયારે વ્હોટ્સએપ પર કોઈ એવો ફોટો કે વિડીયો આવે છે તો તેની તપાસ કરો અને તેને ધ્યાનથી જુઓ. ઘણીવાર ફોટો અને વિડીયોને એડિટ કરીને મોકલવામાં આવ્યો હોય છે.
સમજ્યા વગર મેસેજ ફોરવર્ડ ન કરો
કોઈ પણ મેસેજ આગળ ફોરવર્ડ કરતા પહેલા એક વખત ચોક્કસ વિચારો કે તેમાં આપવામાં આવેલ માહિતી સાચી છે કે ખોટી.
0 Comments
Coments