💁 કોલેજ(ગ્રેજ્યુએટ) અભ્યાસ સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી અને પ્રોફેશનલ કોર્સની પસંદગી..✍️✍️✍️✍️
વિદ્યાર્થીઓએ 12મી પાસ કર્યા પછી ગ્રેજ્યુએટ થવા માટે આર્ટસ, કોમર્સ, સાયન્સ, મેડિકલ કે એન્જિનિયરિંગ ક્ષેત્રની કોલેજમાં પ્રવેશ મેળવવો એ મહત્વનું પગલું છે. વિદ્યાર્થીઓએ ગ્રેજ્યુએટ અભ્યાસની સાથે સાથે વિવિધ વિકલ્પો અંગે વિચારવું જોઈએ. કયા ક્ષેત્રમાં આગળ વધવું છે તે મહત્વપૂર્ણ છે, કેમ કે એના આધારે સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને પ્રોફેશનલ કોર્સની પસંદગી થાય છે. સરકારી નોકરીમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ અને પ્રાઇવેટ સેક્ટર કે પોતાનો બિઝનેસ ચાલુ કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે અલગ-અલગ તૈયારી જરૂરી છે.
કોલેજ અભ્યાસ સાથે સાથે સરકારી નોકરી માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ
જો તમારી ઈચ્છા સરકારી નોકરી મેળવવાની છે તો નીચેની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરો:
UPSC (સિવિલ સર્વિસિસ):
આ પરીક્ષા દેશની સૌથી પ્રતિષ્ઠિત પરીક્ષાઓમાંની એક છે. જે સિવિલ સર્વિસીસ જેવી કે IAS, IPS, IFS માટે લેવામાં આવે છે. આ પરીક્ષા માટે સિલેબસ વિશાળ હોય છે તેની તૈયારી માટે સામાન્ય જ્ઞાન, કરંટ અફેર્સ, ઈતિહાસ, ભૂગોળ અને નીતિશાસ્ત્ર જેવા વિષયો પર ધ્યાન આપવું પડે છે. અને આ માટે કોલેજના પ્રથમ વર્ષથી જ તૈયારી શરૂ કરવી યોગ્ય રહેશે.
SSC (સ્ટાફ સિલેકશન કમિશન):
SSC CGL જેવી પરીક્ષાઓ કૉમર્સ અને આર્ટ્સ ક્ષેત્રના વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. વિવિધ મિનિસ્ટ્રીઝ અને ડિપાર્ટમેન્ટ્સમાં નોકરીઓ માટેની આ પરીક્ષા જનરલ નોલેજ, ક્વાન્ટિટીટીવ એપ્ટીટ્યૂડ, ગણિત, રીઝનિંગ અને અંગ્રેજી ભાષા જેવા વિષયોનો સમાવેશ કરે છે.
બેન્કિંગ પરીક્ષાઓ:
IBPS PO, SBI PO જેવી બેન્કની પરીક્ષાઓ ખૂબ લોકપ્રિય છે. બેંકમાં પ્રોબેશનરી ઓફિસર અથવા ક્લાર્ક બનવા માટેની આ પરીક્ષાઓ ક્વાન્ટિટીટીવ એપ્ટીટ્યૂડ, રીઝનિંગ, અંગ્રેજી ભાષા અને જનરલ અવેરનેસ જેવી કુશળતાઓનો સમાવેશ કરે છે.
મહેસૂલ સેવા પરીક્ષા (Gujarat Public Service Commission - GPSC):
ગુજરાતમાં સરકારી નોકરી માટે GPSC પરીક્ષાની તૈયારી કરવી જોઈએ. રાજય સ્તર પર લેવાતી આ પરીક્ષાઓ માટે રાજ્યના સ્પેસિફિક જનરલ નોલેજ, કરંટ અફેર્સ, અને અન્ય વિષયોનો સમાવેશ થાય છે.
પ્રાઇવેટ સેક્ટર કે કોર્પોરેટ સેક્ટરમાં કારકિર્દી માટે પ્રોફેશનલ કોર્સ
જે વિદ્યાર્થીઓ પ્રાઇવેટ સેક્ટર કે કોર્પોરેટ સેક્ટરમાં કારકિર્દી બનાવવા માંગે છે અથવા પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગે છે, તેમના માટે નીચેના કેટલાક મહત્વપૂર્ણ પ્રોફેશનલ કોર્સ છે જે કોલેજના અભ્યાસની સાથે સાથે થઈ શકે છે:
MBA (માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન):
મેનેજમેન્ટ ક્ષેત્રમાં આગળ વધવા માટે MBA શ્રેષ્ઠ છે. મેનેજમેન્ટ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે આ કોર્સ ખૂબ ઉપયોગી છે. તેમાં ફાઇનાન્સ, માર્કેટિંગ, હ્યુમન રિસોર્સ અને ઓપરેશન્સ મેનેજમેન્ટ જેવા સ્પેશિયલાઈઝેશન હોય છે. આ માટે CAT, MAT જેવી પ્રવેશ પરીક્ષાની તૈયારી કરવી પડે છે.(આ કોર્ષ ગ્રેજ્યુએટ થયા પછી જ કરી શકાય છે)
CA (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ):
જો તમારા કૉમર્સ ક્ષેત્ર છે અને એકાઉન્ટ ઇન્વેસ્ટમેન્ટ અને ફાઇનાન્સમાં રસ છે, તો CA નો અભ્યાસ શ્રેષ્ઠ રહેશે. CA ના તબક્કાવાર પરીક્ષાઓ આપવી પડે છે. CA બનવા માટે ખૂબ મહેનત અને પ્રતિબદ્ધતા જરૂરી છે. CA જેવા જ બીજા કોર્સ CS, CMA, ACCA, CFA પણ કરી શકાય છે
Digital Marketing:
આજના ડિજીટલ યુગમાં ડિજીટલ માર્કેટિંગના કોર્સ કરતાં વિદ્યાર્થીઓને ઘણા અવનવા વિકલ્પો મળે છે. આ કોર્સમાં SEO, SEM, કન્ટેન્ટ માર્કેટિંગ, સોશિયલ મીડિયા માર્કેટિંગ અને ઈમેલ માર્કેટિંગ જેવી કુશળતાઓનો સમાવેશ થાય છે, જે આધુનિક વ્યવસાય માટે અત્યંત મહત્વપૂર્ણ છે.
Data Science and Analytics:
આ ક્ષેત્રમાં વિશાળ ડેટાના વિશ્લેષણ અને મૂલ્યવાન માહિતી મેળવવા માટે આ કોર્સ ખૂબ મહત્વપૂર્ણ છે. આ ક્ષેત્રમાં ડેટા એનાલિસિસ, મશીન લર્નિંગ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને બિગ ડેટા જેવી ટેકનિકલ કુશળતાઓ શીખવવામાં આવે છે.
Foreign Languages:
વિદેશી ભાષાઓનો અભ્યાસ, જેમ કે ઇંગ્લિશ,જર્મન, ફ્રેન્ચ, સ્પેનિશ વગેરે, પણ કારકિર્દી માટે ઉમદા વિકલ્પ છે.
Entrepreneurship Development Program:
આ કોર્સ નવો બિઝનેસ શરૂ કરવા માટે જરૂરી કુશળતાઓ, મેનેજમેન્ટ ટેકનિક્સ અને માર્કેટિંગ સ્ટ્રેટેજીઝ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
નોંધ
વિદ્યાર્થીઓએ પોતાની રૂચિ અને લક્ષ્ય અનુસાર કોલેજના અભ્યાસ સાથે સ્પર્ધાત્મક પરીક્ષા કે પ્રોફેશનલ કોર્સની પસંદગી કરવી જોઈએ. સરકારી નોકરી માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી અને પ્રાઇવેટ સેક્ટર કે બિઝનેસ માટે પ્રોફેશનલ કોર્સો તેમની કારકિર્દી બનાવવામાં મદદરૂપ થશે. જાગૃતતા, નિયમિત અભ્યાસ અને યોગ્ય માર્ગદર્શન સાથે સન્માનિત કારકિર્દી બનાવી શકાય છે.
0 Comments
Coments