ઓક્સીજન લેવા અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢવાની વૃત્તિનું નામ જીવન નથી,
યુવામિત્રો, જીવન... જિંદગી એ પ્રાણવાયુ (ઓક્સીજન) લેવા અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢવાની વૃત્તિનું નામ નથી, જીવન ઉષ્માનું નામ છે. શું એ શકય છે કે ક્યાંક દીવો પ્રજ્વલિત હોય અને પ્રકાશ ન ફેલાતો હોય!! વરસાદ પડે અને પૃથ્વી પાણીથી તરબોળ ન થતી હોય!! નહીં, કદાપિ નહીં.
પછી એ કેમ શકય છે કે યુવાની હોય અને સંઘર્ષની શક્તિ અને ભાવના ન હોય? સમાજ પ્રત્યે લાગણી ન હોય ? સમાજ પ્રત્યેની ફરજો અને જવાબદારીઓ થી અજાણ હોય ?..સમાજની જરૂરિયાતો અને સમસ્યાઓનું કોઈ જ્ઞાન ન હોય? સમાજની શાસન વ્યવસ્થાનું પણ કઈ જ્ઞાન ન હોય? નહીં નહીં ક્યારેય નહીં સમાજના યુવાન ને આવું ક્યારેય શોભે નહીં.... યુવાઓ આપની પાસે જીવનનો સુવર્ણકાળ છે. પોતાની જીવન નૈયા લઇ દરિયામાં ઉતરી જાઓ અને તોફાની મોજાની મજા માણો. નહીંતર ભલે તમે કબ્રસ્તાન કે શ્મસાનમાં તો નહીં હોવ પરંતું તમારૂ અસ્તિત્વ ચાલતી લાશથી વધારે નહીં હોય.
SMEET સમાજના યુવાનોમાં રહેલી દરેક પ્રકારની શક્તિને બહાર લાવવા માટે અને તેને યોગ્ય દિશા આપી સમાજમાં દરેક પ્રકારની ભૌતિક સુવિધાઓ ઉભી કરી સમાજનું નવ નિર્માણ કરવા માટે આગળ આવી છે આવો સમાજના વીરલાઓ આવો SMEET ના ઉદ્દેશોને પોતાના ઉદ્દેશ બનાવી પોતાનો અને સમાજનો અને આવનારી પેઢી નું ભવિષ્ય ઉજળું બનાવવામાં આપણે બધા ખભે ખભા મિલાવી આગળ વધીએ
તમે પોતાની અંદર સમસ્યાઓ સામે સંઘર્ષની ભાવના નહીં કેળવશો તો તમે તણખલાની જેમ પાણીનાં વહેણ સાથે તરશો, અને હવાની દિશામાં ઉડશો. દરેક વર્તમાન વ્યવસ્થા અને સમસ્યાઓ સામે ઘુંટણીયે પડશો અને દરેક જાર જુલ્મ સામે માથું ટેકવી દેશો. ડિગ્રી, ધનદોલત, પદ-પ્રતિષઠા, નોકરી ધંધાનાં કુંડાળામાંથી અને ક્ષુલ્લક લક્ષ્યથી ઉપર ઉઠી જીવનમાં ઉચ્ચ લક્ષ્ય રાખો અને સમાજ પ્રત્યેની ફરજો અને જવાબદારીઓ ઓળખો. નિશાન ચૂક માફ પરંતું નહીં માફ નીચું નિશાન. તમે પૃથ્વીનાં પટ ઉપર જીવિત છો તેની અનુભૂતિ થવી જાઈએ. મિત્રો, યાદ રાખો જેઓ સમાજની સમસ્યાઓ અને જરૂરિયાતો સામે ઝઝુમે છે, અડચણરૂપી સમસ્યાઓ તેઓને લક્ષ્ય સુધી પહોંચાડવા માર્ગ મોકળો કરી આપે છે અને જેઓ અવરોધ રૂપી સમસ્યાઓથી ભયભીત અને નિરાશ થઈ જાય છે તેઓ પોતાનું લક્ષ્ય ચૂકી જાય છે.
કુઆર્ન કહે છે,
“જે વ્યક્તિ પણ અવિરત સંઘર્ષ (મુજાહેદા) કરશે ભલા માટે જ કરશે. નિઃશંક અલ્લાહ દુનિયાવાળાઓથી બેનિયાઝ (નિરપેક્ષ) છે.” (સૂરઃ અન્કબૂત-૬
સમસ્ત મોમીન એમ્પાવરમેન્ટ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ
1 Comments
Good work 👍 uncle always inpiration work.good u write blog.allah bless upon .this type whole samaz work . youngster inpiration.better future of our samaz.
ReplyDeleteComents