આર્ટીકલ

6/recent/ticker-posts

💁 Bachelor of Veterinary Science and Animal Husbandry(B.V.Sc. & AH ) કોર્સ ની સંપૂર્ણ માહિતી..✍️✍️

💁 Bachelor of Veterinary Science and Animal Husbandry(B.V.Sc. & AH ) કોર્સ ની સંપૂર્ણ માહિતી..✍️✍️

    BVSc & AH 5.5 વર્ષનો અંડર ગ્રેજ્યુએટ ડિગ્રી કોર્ષ  પશુપાલન અને પશુચિકિત્સા ક્ષેત્રે તાલીમ આપે છે અને  ઊંડું જ્ઞાન પૂરૂં પાડે છે. આ કોર્સ પશુઓના આરોગ્ય, પ્રજનન, અને સંવર્ધન માટે જરૂરી જ્ઞાન અને કુશળતા વિકસાવે છે. આ કોર્સનો મુખ્ય હેતુ પશુઓના આરોગ્ય સુધારવા, પશુઓના રોગોને નિયંત્રિત કરવા, પશુચિકિત્સા ક્ષેત્રે અને કૃષિ આધારિત અર્થતંત્રમાં પુષ્ટિ આપવાનો છે. આ કોર્સ વિજ્ઞાન અને ટેક્નોલોજીનો ઉપયોગ કરીને પશુઓના જીવનમાં પરિવર્તન લાવવાની તક આપે છે. ભારત જેવા કૃષિ અને પશપાલન આધારિત દેશોમાં, જ્યાં પશુપાલન અને ડેરી ઉદ્યોગ અર્થતંત્ર માટે મહત્ત્વના છે, ત્યાં વેટરનરી ડોક્ટર્સની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે. 
હ્યુમન મેડિકલ અને એનિમલ મેડિકલ વચ્ચેનો તફાવત અને મહત્વ:
     હ્યુમન મેડિકલ અને એનિમલ મેડિકલના ક્ષેત્રોમાં મોટો તફાવત છે. હ્યુમન મેડિકલ ડૉક્ટર માત્ર એક જ પ્રજાતિ એટલે કે માનવ માટે વિશેષતા ધરાવે છે, જ્યારે વેટરનરી ડૉક્ટર્સ અનેક પ્રજાતિઓ માટે આરોગ્ય સેવા પૂરી પાડે છે. પશુઓની શારીરિક રચના, રોગચાળાઓ અને સારવાર પદ્ધતિઓ માનવ મેડિકલના ક્ષેત્રથી બિલકુલ અલગ છે. બંને ક્ષેત્રની ભૂમિકા સમાન રીતે મહત્વપૂર્ણ છે, કારણ કે એનિમલ મેડિકલમાં પશુપાલન, ડેરી ઉદ્યોગ અને મીટ પ્રોસેસિંગ જેવા મહત્વના ઉદ્યોગો માટે જરૂરી આરોગ્ય અને સંભાળની સેવા પૂરી પાડવામાં આવે છે.
એડમિશન માટેની યોગ્યતા:
  • BVSc & AH કોર્સ માટે ધોરણ 12માં ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી (PCB) અને ઇંગ્લિશ વિષય સાથે ઉતીર્ણ થવું આવશ્યક છે. 
  • સામાન્ય શ્રેણીના વિદ્યાર્થીઓ માટે ઓછામાં ઓછા 50% ગુણ આવશ્યક છે, જ્યારે અનામત શ્રેણીના વિદ્યાર્થીઓ માટે આ મર્યાદા 47% છે. 
  • ઉંમર મર્યાદા 17 થી 25 વર્ષ છે, જેમાં SC/ST શ્રેણીના વિદ્યાર્થીઓ માટે 5 વર્ષની છૂટછાટ મળે છે. 
  • રાજ્ય કક્ષાની પ્રવેશ પરીક્ષાઓ અથવા NEET ની ક્વોલિફિકેશન એડમિશન માટે ફરજિયાત છે.
  • 2024 December ના ઠરાવ પ્રમાણે હવે કામધેનું યુનિવર્સિટી અંતર્ગત ચાલતા B.VSc.&AH એડમિશન માટે હવે ફક્ત NEET ના મેરીટ લીસ્ટ પર જ એડમિશન મળશે GUJCET  ગણતરીમાં લેવામાં આવશે નહીં..
એડમિશન માટેની પ્રક્રિયા:
    BVSc & AH અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે NEET (National Eligibility cum Entrance Test) પાસ કરવું ફરજિયાત છે. NEET પરીક્ષા વિદ્યાર્થીઓના પાત્રતા ધરાવા માટે દેશભરમાં પ્રવેશનો માપદંડ છે. NEET ક્વોલિફાઇ કર્યાં પછી રાજ્ય અથવા દેશવ્યાપી કાઉન્સેલિંગ માટે કાઉન્સિલિંગ વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરવાનું હોય છે. NEETમાં મેરિટના આધારે અને રાજ્ય કક્ષાની પ્રવેશ પરીક્ષાની મેરીટના આધારે એડમિશન પ્રક્રિયા કાઉન્સેલિંગ દ્વારા થાય છે, મેરિટ લિસ્ટ અનુસાર કાઉન્સેલિંગ થાય છે. પ્રથમ, બીજા અને ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ મળે છે. જેમાં 85% રાજ્ય કોટા અને 15% ઓલ ઇન્ડિયા કોટા છે.
 ફીસ સરકારી કોલેજોમાં ₹15,000 થી ₹75,000 પ્રતિ વર્ષ છે, જ્યારે પ્રાઇવેટ કોલેજોમાં ₹2,00,000 થી ₹4,00,000 પ્રતિ વર્ષ હોઈ શકે છે.
સરકારી અને પ્રાઇવેટ કોલેજની પસંદગી:
  • BVSc & AH અભ્યાસ માટે સરકારી યુનિવર્સિટીઓ ઓછી ફીસ, વેલ-મેન્ટેઇન્ડ અભ્યાસક્રમ અને શ્રેષ્ઠ શિક્ષણની સુવિધા પ્રદાન કરે છે. 
  • સરકારી યુનિવર્સિટીઓમાં પશુચિકિત્સા ક્ષેત્રે પ્રેક્ટિકલ તાલીમ પર વધુ ભાર મૂકવામાં આવે છે. 
  • સરકારી નેટવર્ક સાથે કારકિર્દી વિકલ્પો વધુ હોય છે. 
  • પ્રાઇવેટ કોલેજો વધુ મોંઘી છે, પરંતુ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પ્રેક્ટિકલ ફેસિલિટીઝ, અને ટૅક્નોલોજીકલ સાધનો પ્રદાન કરે છે. 
  • પ્રાઇવેટ કોલેજ પસંદ કરતાં પહેલાં તેની માન્યતા (VCI (Veterinary Council of India)) , પ્લેસમેન્ટ રેકોર્ડ, અને અભ્યાસક્રમનું વિશ્લેષણ કરવું જોઈએ.

અભ્યાસક્રમ અને વિષયો:

  • BVSc & AH 5.5 વર્ષનો કોર્સ છે, જેમાં 4.5 વર્ષનું એકેડેમિક અભ્યાસ અને 1 વર્ષ ફરજિયાત ઇન્ટર્નશિપ છે. 
  • અભ્યાસક્રમના મુખ્ય વિષયોમાં એનાટોમિ(શારીરિક રચના), ફિઝિયોલોજી(પશુઓની કાર્યશીલતા), બાયોકેમિસ્ટ્રી, પેથોલોજી(રોગવિજ્ઞાન), ફાર્માકોલોજી(દવાઓના અસર), સર્જરી, ડેરી સાયન્સ, ક્લિનિકલ પ્રેક્ટિસ, લાઇવસ્ટોક મેનેજમેન્ટ, ફૂડ ટેકનોલોજી અને ફૂડ સેફ્ટીનો સમાવેશ થાય છે.
  • ઇન્ટર્નશિપ દરમિયાન વિદ્યાર્થીઓ પ્રેક્ટિકલ ટ્રેનિંગમાં પશુ પ્રજનન, ગર્ભાવસ્થા ચકાસણી, બીજદાન, રસીકરણ, અને ડેરી મેનેજમેન્ટ શામેલ છે. 
  • વિદ્યાર્થીઓ વાસ્તવિક પશુ આરોગ્યની પરિસ્થિતિઓ સાથે વર્તન કરી પોતાના પ્રયોગાત્મક જ્ઞાનને મજબૂત કરે છે.

કેરિયર સ્કોપ (Job Opportunities):

  • BVSc & AH પૂર્ણ કર્યાની બાદ, લોકો માટે સરકારી અને ખાનગી ક્ષેત્રમાં નોકરીની તકો ખૂલી જાય છે. 
  • સરકારી ક્ષેત્રમાં પશુચિકિત્સા ડૉક્ટર તરીકે સરકારી હોસ્પિટલમાં નોકરી અથવા પશુપાલન વિભાગમાં અધિકારી તરીકે નોકરી મળી શકે છે. 
  • જીપીએસસી/યુપીએસસી જેવી પરીક્ષાઓ પાસ કરવાથી વર્ગ-1 અને વર્ગ-2ની પદવિઓ મેળવી શકાય છે. 
  • ખાનગી ક્ષેત્રમાં પ્રાઇવેટ ક્લિનિક અથવા હોસ્પિટલમાં વેટરનરી ડોક્ટર, ડેરી ઉદ્યોગ, પશુઆહાર ઉત્પાદન કંપનીઓ, અને ફાર્માસ્યુટિકલ કંપનીમાં પદાર્થ નિર્માતા અથવા સલાહકાર તરીકે વિકલ્પ છે. 
  • વિદેશમાં આ કોર્સની ખૂબ માંગ છે, ખાસ કરીને યુએસએ, યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને યુરોપમાં વેટરનરી ડૉક્ટર્સ માટે રિસર્ચ, પેટ કેર, અને ફૂડ સેફ્ટી ક્ષેત્રે વિશાળ તકો ઉપલબ્ધ છે.

વેટરનરી ડૉક્ટરની ફરજો અને જવાબદારીઓ:

  વેટરનરી ડૉક્ટરના મુખ્ય કાર્યોમાં પશુઓના આરોગ્યનું નિદાન અને સારવાર, બ્રીડિંગ (બીજદાન), ગર્ભાવસ્થા ચકાસણી, પ્રજનન ક્ષમતા ચકાસણી, રોગ પ્રતિકારક રસીકરણ, શસ્ત્રક્રિયા, કૃષિ અને પશુપાલનમાં સુધારણા લાવવી અને આર્થિક વ્યવસ્થાને મજબૂત બનાવવા માટેનો યોગદાન શામેલ છે. આ સાથે, પશુપાલન વ્યવસાયને ટેકો આપવા અને રોગચાળાની અટકાથામ માટે ખેડૂતોને સલાહ અને તાલીમ આપવી પણ તેમની જવાબદારી છે.

દેશ અને વિદેશમાં માંગ:

     ભારતમાં પશુપાલન, ડેરી ઉદ્યોગ, અને પોએટ્રી ફાર્મિંગમાં વેટરનરી ડૉક્ટર્સની ઉચ્ચ માંગ છે. વિદેશમાં ખાસ કરીને પશુ આરોગ્ય સંશોધન અને મેડિકલ ટેક્નોલોજી સાથે સંકળાયેલા ક્ષેત્રોમાં આ જ્ઞાનના વ્યાવસાયિકોની માંગ છે. 

પગાર ધોરણ:

       BVSc & AH પૂર્ણ કર્યા પછી સરકારી ક્ષેત્રમાં પ્રારંભિક પગાર ₹4-6 લાખ પ્રતિ વર્ષ છે, જ્યારે ખાનગી ક્ષેત્રમાં તે ₹8-12 લાખ પ્રતિ વર્ષ સુધી પહોંચી શકે છે. વિદેશમાં વેટરનરી ડૉક્ટર્સ $50,000 - $120,000 પ્રતિ વર્ષ કમાઈ શકે છે.

પોસ્ટ-ગ્રેજ્યુએશન માટેના વિકલ્પો:

     BVSc & AH પછી વિદ્યાર્થીઓ માટે MVSc (માસ્ટર ઓફ વેટરનરી સાયન્સ) વિવિધ વિશેષતા માટે ઉપલબ્ધ છે. BVSc (Bachelor of Veterinary Science) પછી PG માટેના વિષયોમાં મુખ્યત્વે Animal Science અને Veterinary Science નામની બે મુખ્ય શ્રેણીઓ છે. આ બંને ક્ષેત્રમાં વિવિધ વિશિષ્ટતાઓ ઉપલબ્ધ છે, જેમાંથી Animal Science નોન-ક્લિનિકલ છે, અને Veterinary Science ક્લિનિકલ છે. 
1. Animal Science (Non-Clinical Subjects):
Nutrition (પોષણ):
પશુઓ માટે યોગ્ય ખોરાક અને પોષણને સમજવા માટેનો અભ્યાસ.
Livestock Production and Technology (LPT):
પશુપાલનમાં નવી તકનીકો અને ઉત્પાદનમાં સુધારો લાવવાનો અભ્યાસ.
Veterinary Physiology (V.P.):
પશુઓના શરીરશાસ્ત્ર અને કાર્યોની કાર્યપ્રણાલીઓનું અધ્યયન.
Extension:
પશુપાલન સાથે સંકળાયેલા લોકોએ નવી ટેક્નોલોજી અને જાણકારી અપાવવા માટેની રીતો શીખવી.
2. Veterinary Science (Clinical Subjects):
Surgery (શસ્ત્રક્રિયા):
પશુઓ પર થતી શસ્ત્રક્રિયાઓ માટેની પ્રક્રિયાનો અભ્યાસ.
Gynecology (ગાયનેકોલોજી):
પશુઓના પ્રજનન અને ગર્ભાશય સંબંધિત રોગચાળા અને સારવાર વિશેનો અભ્યાસ.
Medicine (મેડિસિન):
પશુઓના રોગચાળાનું નિદાન અને સારવાર વિશે વિશેષતા મેળવવી.
Pathology (પાથોલોજી):
રોગના મૂળ કારણો, આકાર અને અસર વિશે વિશ્લેષણ કરવો.
Microbiology (માઇક્રોબાયોલોજી):
રોગજનક માઇક્રોઆર્ગેનિઝમ્સ વિશે અભ્યાસ અને નિદાન પદ્ધતિઓ શીખવી.
Physiology (શરીરશાસ્ત્ર):
પશુઓના શરીરના વિવિધ કાર્યો અને તેના મેકેનિઝમનો અભ્યાસ.
Wildlife (વાઇલ્ડલાઇફ):
જંગલી પ્રાણીઓના આરોગ્ય અને રક્ષણ માટેની નૈપુણ્ય કૌશલ્ય.
ઉપરાંત, પીએચડી કરીને સંશોધન અથવા શૈક્ષણિક ક્ષેત્રમાં પણ કારકિર્દી બનાવી શકાય છે. 

ગુજરાત અને દેશભરની કોલેજો:

     ગુજરાતમાં જુનાગઢ, દાંતીવાડા, નવસારી, આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી અને કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગર આ કોર્સ માટે શ્રેષ્ઠ કોલેજો છે. 

     દેશભરમાં મુખ્ય કોલેજોમાં 
  • ઇન્ડિયન વેટરનરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (IVRI Bareilly),
  • Bombay Veterinary College (BVC), Mumbai,
  • Veterinary College and Research Institute, chennai Tamil Nadu, 
  • College of Veterinary and Animal Sciences Bikaner, 
  •  National Dairy Research Institute (NDRI) Karnal Hariyana નો સમાવેશ થાય છે.

BVSc & AH કોર્સમાં ગર્લ્સના એડમિશનનું પ્રમાણ:

        B.V.Sc. & AH (Bachelor of Veterinary Science and Animal Husbandry) માટે છોકરીઓના એડમિશનના પ્રમાણમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં વધારો જોવા મળ્યો છે. આ ક્ષેત્ર હવે માત્ર પુરુષો સુધી મર્યાદિત નથી. 2010 પહેલાં આ કોર્સમાં છોકરીઓનું પ્રવેશ પ્રમાણ લગભગ 10% જેટલું હતું. હાલના સમયમાં (2024) આ પ્રમાણ લગભગ 20% થી 30% વચ્ચે પહોંચી ગયું છે. છોકરીઓ માટે B.V.Sc. & AH પછી ભવિષ્યના ક્ષેત્રો વિવિધ છે. તે સરકારી તેમજ ખાનગી બંને ક્ષેત્રોમાં પ્રભાવશાળી રીતે આગળ વધી શકે છે.

નિષ્કર્ષ

    BVSc & AH એક વ્યાવસાયિક કોર્સ છે, જે કૃષિ અને પશપાલન આધારિત અર્થતંત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. ઉચ્ચ માગ અને વિવિધ કારકિર્દી વિકલ્પો સાથે આ કોર્સ એક ઉજ્જવળ ભવિષ્ય તરફ દોરી શકે છે.

Post a Comment

0 Comments