📚 Online 1 વર્ષનો આલીમ / આલીમા કોર્સ
આ એક વર્ષનો “ટૂંકો આલીમ / આલીમા કોર્સ” એવા વિદ્યાર્થીઓ માટે છે જે ઈસ્લામિક જ્ઞાન, કુરઆન-હદીસ અને ઈસ્લામિક આદર્શ જીવનશૈલી શીખવા ઈચ્છે છે. આ કોર્સમાં થિયરી અને પ્રેક્ટિકલ બંનેનો સંયોજન છે. હેતુ એ છે કે વિદ્યાર્થી કુરઆન-હદીસ, ફિખ્હ, સીરત, અખલાખ અને ઈસ્લામિક ઇતિહાસનો પાયો મજબૂત કરી સમાજમાં સારા મુસલમાન અને ઉપયોગી નાગરિક બની શકે.
🎯 કોર્સના હેતુઓ
📖 અભ્યાસક્રમ (Subjects)
1️⃣ Full Tajweed Course
🔹શીખવવાનું (અરબી અક્ષરોનું સાચું ઉચ્ચારણ): વિદ્યાર્થીને અરબી અક્ષરોના મખારિજ શીખવવા ખૂબ જ જરૂરી છે. જેમ કે ‘ق’ (ક્વાફ) અને ‘ك’ (કાફ) વચ્ચેનો ફરક, અથવા ‘ص’ (સાદ) અને ‘س’ (સીન) નો ફરક. આ શીખવાથી કુરઆનની તિલાવતમાં અર્થ બદલાવાની ભૂલો અટકાય છે.
🔹તાલીમ (દૈનિક કિરાત પ્રેક્ટિસ): દરરોજ થોડો સમય દરેક વિદ્યાર્થીને તિલાવત કરાવવી, ભૂલો સુધારવી. અઠવાડિયામાં એક દિવસ અલગથી “મખારિજ અને તજવીદ” ક્લાસ રાખવો.
🔹લક્ષ્ય (શુદ્ધ તિલાવત): કોર્સના અંતે વિદ્યાર્થી એટલો સક્ષમ બને કે તે કોઈપણ સુરાહને વિના અટકાવા, સાચા ઉચ્ચારણ સાથે વાંચી શકે અને બીજા માટે પણ મિસાલ બની શકે.
2️⃣. Nazra Quran
🔹શીખવવાનું (નજરથી કુરઆન વાંચવું): આ વિભાગમાં વિદ્યાર્થીઓ કુરઆનને યાદ કર્યા વગર નજરથી વાંચે છે. હેતુ એ છે કે શરૂઆતથી અંત સુધીનો તિલાવત અનુભવ મેળવી શકે.
🔹તાલીમ (દૈનિક પાઠ): દરરોજ એક નિશ્ચિત પાનું અથવા અડધો પાનું ઘરકામમાં આપવો, ક્લાસમાં વાંચીને ચકાસવું. દર અઠવાડિયે પાછલા પાઠનું રિવિઝન કરાવવું.
🔹લક્ષ્ય (સંપૂર્ણ કુરઆન વાંચી લેવું): વર્ષ પૂરા થવામાં વિદ્યાર્થી ઓછામાં ઓછું એક વખત આખું કુરઆન નજરથી સાચા તજવીદ સાથે વાંચી લે.
3️⃣. Hadith (With Translation)
🔹શીખવવાનું (મુખ્ય હદીસો): રિયાઝુસ સાલિહીન, મિશ્કાત અથવા બુખારીમાંથી સરળ હદીસો પસંદ કરવી. જેમ કે સચ્ચાઈ, ઈમાનદારી, અખલાક, ઈબાદત વિશેની હદીસો.
🔹તાલીમ (અર્થ અને ઉપયોગ): દરેક હદીસ સાથે અરબી પાઠ, ઉર્દૂ/ગુજરાતી અનુવાદ, અને દૈનિક જીવનમાં તેનો અમલ સમજાવવો. ઉદાહરણ તરીકે, “સચ્ચાઈ એ જ નજાત છે” હદીસને રોજિંદા વ્યવહારમાં કેવી રીતે અપનાવવી તે સમજાવવું.
🔹લક્ષ્ય (અમલ): વિદ્યાર્થી માત્ર હદીસ યાદ ન કરે, પણ તેનો મતલબ સમજીને જીવનમાં ઉતારે.
4️⃣. 200 Duaas & Sunnah
🔹શીખવવાનું (દુઆઓ): ઊંઘતા/ જાગતાપહેલાંની દુઆ, ઘરમાં અને બાથરૂમમાં દાખલ થવાની /બહાર નીકળવાની દુઆ, ખાવા-પીવાની દુઆ, મુસાફરીની દુઆ, મસ્જિદ પ્રવેશ-પ્રસ્થાન વગેરે.
🔹તાલીમ (યાદ અને અમલ): કાનથી સાંભળીને વિદ્યાર્થીઓને દુઆ યાદ કરાવવી. રોજિંદા કામોમાં દુઆ બોલવાની આદત પાડવી.
🔹લક્ષ્ય (સુન્નત મુજબ જીવન): વિદ્યાર્થી પોતાનો દિવસ દુઆથી શરૂ કરે અને દુઆ સાથે પૂર્ણ કરે. દરેક કામોમાં ધીમે ધીમે Sunnah lifestyle વિકસાવે.
5️⃣. Arabic & Urdu Language
🔹શીખવવાનું (વ્યાકરણ અને બોલચાલ): અરબી વ્યાકરણના મૂળભૂત નિયમો (સર્ફ, નાહ્વ), આસપાસની ચીજ વસ્તુઓ અને ક્રિયાઓના અરબી સામાન્ય શબ્દભંડોળ, રોજિંદા જીવનમાં વપરાતા વાતચીત કરવા માટેના સરળ વાક્યો. ઉર્દૂ વાંચન-લેખન પણ આવડે.
🔹તાલીમ (કસરતો): નાના નાના વાક્યો બનાવડાવવાં, અરબી શબ્દોનો અનુવાદ કરાવવો, નાની વાર્તાઓ વાંચાવવી.
🔹લક્ષ્ય (સમજ): વિદ્યાર્થી કુરઆન અને હદીસના શબ્દો સમજવા સક્ષમ બને અને ઉર્દૂમાં ધાર્મિક પુસ્તકો વાંચી શકે.
6️⃣. Fiqh (Sister/Brother Special)
🔹શીખવવાનું (ઇબાદત અને ખાસ હુકમો): તહારત, વુઝૂ, ઘુસલ, નમાઝ, રોજા, ઝકાત, હજ વગેરે. તેમજ મહિલાઓ અને પુરુષો માટે ખાસ શરઈ હુકમો.
🔹તાલીમ (પ્રેક્ટિકલ તાલીમ): વિદ્યાર્થીને વુઝૂ, ઘુસલ, જનાઝાની નમાઝ વગેરે પ્રેક્ટિકલ રીતે શીખવવું. મહિલાઓને આલીમા દ્વારા મહિલાઓના પ્રશ્નો અને હુકમોની સમજ આપવી.
🔹લક્ષ્ય (સહી ઇબાદત): વિદ્યાર્થીને ઈબાદત સાચી રીતે કરવાની પકડ થાય.
7️⃣. Hifdh-e-Surah
🔹શીખવવાનું (મહત્વપૂર્ણ સુરાઓ): 30મા પારાની સુરાઓ ઉપરાંત યાસીન, રહમાન, મુલ્ક, વાકી’આહ જેવી સુરાઓ.
🔹તાલીમ (યાદ કરાવવી): દરરોજ નવી આયત સાથે જૂની આયતનું રિવિઝન કરાવવું. મોખિક પરીક્ષા લેવી.
🔹લક્ષ્ય (યાદથી તિલાવત): વિદ્યાર્થી પોતાની નમાઝમાં સુરાઓ યાદથી વાંચી શકે.
8️⃣. Namaz (Practical Training)
🔹શીખવવાનું (નમાઝના નિયમો): ફરજીયાત, સુન્નત, નફલ, નમાઝમાં થતી ભૂલો અને તેનું સુધારણ.
🔹તાલીમ (પ્રેક્ટિકલ તાલીમ): વિદ્યાર્થીને નમાઝ practically કરાવવી. પુરુષો અને સ્ત્રીઓ માટે જુદી જુદી તાલીમ આપવી.
🔹લક્ષ્ય (સાચી નમાઝ): વિદ્યાર્થી ઈમામત કે ઇક્તિદા બંનેમાં સાચી નમાઝ પઢી શકે.
9️⃣. Seerat-e-Nabawi ﷺ
🔹શીખવવાનું (જીવનચરિત્ર): જન્મ, nubuwat, મક્કી અને મદની દૌર, યુદ્ધો, છેલ્લી વસીયત.
🔹તાલીમ (પાઠ): દરેક પ્રસંગમાંથી નૈતિકતા અને જીવન પાઠ સમજાવવાં.
🔹લક્ષ્ય (આદર્શ જીવન): વિદ્યાર્થી પોતાના જીવનમાં પયગંબર ﷺ ના આદર્શોને અપનાવે.
1️⃣0️⃣. History of Islam
🔹શીખવવાનું (ઇતિહાસ): ખલીફા-એ-રાશિદીન, ઉમૈયા અને અબ્બાસીયા સમય, ઈસ્લામિક સંસ્કૃતિ અને વિજ્ઞાન.
🔹તાલીમ (પાઠો): ઈતિહાસમાંથી આજના જીવન માટે માર્ગદર્શન આપવું.
🔹લક્ષ્ય (ગર્વ અને પ્રેરણા): વિદ્યાર્થી ઇસ્લામિક વારસાને ઓળખે અને ગર્વ અનુભવે.
1️⃣1️⃣. Islamic Knowledge
🔹શીખવવાનું (બેઝિક્સ): તૌહીદ, રિસાલત, આખ્યરત, ફરાઈઝ, હરામ-હલાલ.
🔹તાલીમ (વાર્તાઓ): પ્રસિદ્ધ કિસ્સાઓ અને ઉદાહરણો દ્વારા સમજાવવું.
🔹લક્ષ્ય (મજબૂત આધાર): વિદ્યાર્થીનો ઈસ્લામિક આધાર મક્કમ બને.
1️⃣2️⃣. Moral Education
🔹શીખવવાનું (અખલાખ): સચ્ચાઈ, ઈમાનદારી, અખલાખ, હલાલ કમાઈ, પરિવાર સાથે સારો વર્તાવ.
🔹તાલીમ (ચર્ચા): વાર્તાઓ, રોલ પ્લે, ચર્ચા દ્વારા સમજાવવું.
🔹લક્ષ્ય (સારો પાત્ર): વિદ્યાર્થી સારો મુસ્લિમ અને સમાજમાં સારો નાગરિક બને.
1️⃣3️⃣. Islamic Speeches
🔹 શીખવવાનું (સ્પીચ તૈયારી): વિષય પસંદ કરવો, ભાષણ લખવું, પેશ કરવાની રીત.
🔹 તાલીમ (પ્રેક્ટિસ): નાના ગ્રુપમાં ભાષણ કરાવવું, ભૂલો સુધારવી.
🔹 લક્ષ્ય (દાવત): વિદ્યાર્થી અસરકારક રીતે ઈસ્લામિક દાવત કરી શકે.
આ કોર્સ માત્ર જ્ઞાન આપતો નથી, પરંતુ શખ્સિયત ઘડવાનું કામ કરે છે." જે વ્યક્તિ આ કોર્સ કરે છે તે પોતાની ઝિંદગીમાં સારો મુસ્લિમ બની શકે છે અને પરિવાર તેમજ સમાજ માટે એક રોશન મિસાલ બની શકે છે.
🕒 અભ્યાસ પદ્ધતિ
▪️ દરરોજ 3 કલાક (6 વિષયો × 30 મિનિટ)
▪️ અઠવાડિયામાં 5 દિવસ (શુક્રવાર રજા)
▪️ દર અઠવાડિયે રિવિઝન ક્લાસ
▪️ દર મહિને ટેસ્ટ
▪️ 1 વર્ષ = 52 અઠવાડિયા
🎓 Outcome (પરિણામ)
આ કોર્સ પૂર્ણ કર્યા પછી વિદ્યાર્થીમાં નીચેની કાબેલિયત આવશે:
▪️ કુરઆન તજવીદ સાથે વાંચી શકશે
▪️ ઓછામાં ઓછા 15-20 સુરાઓ કંઠસ્થ રહેશે
▪️ 200થી વધુ દુઆઓ અને રોજિંદા સુન્નતોનો અમલ શીખી જશે
▪️ ફિખ્હના મૂળભૂત હુકમો (નમાઝ, રોજા, ઝકાત, હજ) સમજશે
▪️ અરબી અને ઉર્દૂ ભાષાના મૂળભૂત જ્ઞાનથી કુરઆન-હદીસને સમજી શકશે
▪️ ઈસ્લામિક ઇતિહાસ અને સીરતમાંથી જીવન માટે પ્રેરણા લેશે
▪️ ઈસ્લામિક ડિબેટ અને ભાષણ કરી શકશે
▪️અખલાખ અને આદર્શ જીવનશૈલી અપનાવશે
📝 એડમિશન માહિતી
▪️ લાયકાત: ઓછામાં ઓછા 7 વર્ષની ઉંમરથી ઉપર
▪️ સમયગાળો: 1 વર્ષ
▪️ અભ્યાસ સમય: દરરોજ 3 કલાક
▪️ પરીક્ષા: છ માસિક + વાર્ષિક
▪️ પ્રમાણપત્ર: સફળ વિદ્યાર્થીને “Short Alim / Alima Certificate” આપવામાં આવશે
📞 સંપૂર્ણ માહિતી માટે સંપર્ક કરો:
ઈસરાઈલ અરોડીયા – 9427646283

0 Comments
Coments