* * સમાજના વિકાસમાં સમાજના યુવાધનની ફરજો અને જવાબદારીઓ ** .....✍✍✍✍
*છેલ્લા કેટલાક સમયથી સ્મિત પરિવારે સમાજના યુવાનો પર ખૂબ ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો છે* *સ્મિત પરિવારને સમાજના યુવાનોમાં એક ખાસ પ્રકારની સમજદારી ,શક્તિ અને ખૂબીઓ જોવા મળી છે જે સમાજ માટે ગર્વની બાબત છે.* *જેઓ સમાજમાં એક ક્રાંતિ લાવવા સક્ષમ છે સ્મિત પરિવાર સમાજના યુવાનોને સમાજના વિકાસના કાર્યોમાં હૃદયપૂર્વક આવકારે છે*
*સ્મિત પરિવાર સમાજના યુવાઓ ને નમ્ર અરજ કરે છે કે યુવાનો સમાજ નું બળ અને પ્રાણ છે. સમાજને પોતાના યુવાનો પાસે મોટી મોટી આશા હોય છે. એટલાં માટે યુવાનો ને પોતાના સમાજ માટે પોતાની ફરજો અને જવાબદારીઓ નું* *જ્ઞાન ચોક્કસ હોવું જોઇયે. સમાજની વિવિધ સંસ્થાઓ... સમાજના આગેવાનો/હોદ્દેદારોની ફરજો/જવાબદારીઓ... અને સમાજની જરૂરિયાતો અને સમસ્યાઓનો અભ્યાસ/જ્ઞાન પણ હોવું જોઇએ.*
*સમાજના દરેક વર્ગના નાગરિકોના હક અને અધિકારોના રક્ષણની જવાબદારી સમાજના યુવાનો પર હોય છે. તેથી* *યુવાનોનું કર્તવ્ય છે કે તે પોતાની રુચિ અનુસાર સામાજિક, શૈક્ષણિક, રાજકીય અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં તન મન અને ધનથી ભાગીદાર થાય . સમાજના યુવાનો સમાજને પારદર્શક પરિવર્તનશીલ અને વિકાસશીલ શાસન મળી રહે તે માટે કુશળ,બહાદુર અને કૌશલ્યમાં નિપુણ થાય. આપણી આસપાસના વિવિધ* *સમાજના વિકાસમાં તે સમાજના યુવાનોનો ફાળો છે આપણાં દેશને આઝાદી મળી તેમાં અસંખ્ય યુવાનોનો ફાળો છે. અને તેમાં અનેક વીર શહિદોએ બલિદાન આપ્યું છે. ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ, ચંદ્રશેખર આઝાદ, અસફાક ઉલાખા વગેરે એ પોતાના દેશને માટે પ્રાણ આપ્યાં છે.
*આજે યુવાનોને આગળ આવવું જોઈએ સમાજના ગૌરવ અને સ્વામિભાનની રક્ષા કરવા માટે.... નાગરિકોના હક અને અધિકારોના રક્ષણ માટે*
*સમાજના યુવાનો ચાહે તો અનેક રીતે સમાજના વિકાસ માટે સેવા માટે વ્યસનોથી, સમયનો બગાડ કરતી પ્રવૃતિઓથી બચી.. ઇન્ટરનેટ અને મોબાઇલ નો સદુપયોગ કરી અને પોતાની શક્તિનો સમાજ માટે ઉત્કર્ષથી સદુપયોગ કરી વીર યોદ્ધા બનીને સમાજના દુષ્ટ પરિબળોનો નાશ કરીને સમાજમાં એકતા સ્થાપીને સમાજને સત-માર્ગે દોરી શકે છે અને પોતાના સમાજનું ગૌરવ વધારવા તન મન ધનથી યોગદાન આપી શકે છે. સમાજ નવનિર્માણની મીટિંગમાં હાજરી આપી પોતાના વિચારો રજુ કરી ક્ષમતા પ્રમાણે જવાબદારી લઈને સમાજને ઉપયોગી થઇ શકે છે.*
ઈસરાઈલ અરોડિયા
*સ્મિત પરિવાર*
0 Comments
Coments