🎍 સમાજના નાગરિકની ફરજ અને જવાબદારી સંગઠિત અને નમૂનારૂપ બનાવવા માટે દરેક નાગરિકની કેટલીક ફરજો અને જવાબદારીઓ જે પરિપૂર્ણ કરવા જોઈએ . 🎍
🌷 જાહેરી દ્રષ્ટિએ સમાજના દરેક નાગરિકનું સન્માન કરે . તેના કાર્યની કદર કરે ઉપલબ્ધિઓ અને પ્રગતિઓ પર મુબારકબાદી પાઠવે
🌷 પોતાના દિલમાં તેને મિત્ર ગણે . ખુશી અને ગમ ના પ્રસંગે હાજરી આપે
🌷 પોતાના માલથી તેની મદદ કરે . તેના માટે દુઆ કરે
🌷 તેની ગેરહાજરીમાં તેની નિંદા ન કરે . તેની ખૂબીઓ ની ચર્ચા કરે.
🌷 તેની બીમારીની હાલતમાં તેના ખબર અંતર પૂછવા જઈ આશ્વાસન આપે .
🌷 તેના મોતના સમયે તેના જનાઝાનો શણગાર બને .
🌷 અને છેલ્લે તેના મૃત્યુ પછી તેના વિશે સારા વેણ વાપરવા સિવાય બીજું કંઈ ન કહે .
🌷 સમાજ પ્રત્યે અને સમાજના નાગરિકો પ્રત્યે નકારાત્મક ચર્ચાઓ ન કરે.
જે સમાજના નાગરિકો આ ફરજો અને જવાબદારીઓ નિભાવે છે તે સમાજના નાગરિકોના હક અને અધિકાર કોઈ છીનવી શકતું નથી.
Social Plugin