દુનિયાના કેટલાક બુદ્ધિજીવીઓ અને ફિલોસોફરો થી જાણવા મળ્યું કે દરેક ક્ષેત્રમાં વ્યક્તિગત અને સામૂહિક સફળતા પાછળ બે શબ્દ ખૂબ જ અસરકારક સાબિત થયા છે જે બંને શબ્દો પ્રશ્ન વાચક શબ્દો છે જે પ્રશ્નવાચક શબ્દોથી પોતાની જાતને કે સમૂહને કે સમાજને પ્રશ્ન કરવાથી કયા અવરોધો અને કઈ રુકાવટો વ્યક્તિ સમૂહ સમાજને સફળતા તરફ જવાથી રોકે છે તે મળી જશે અને બીજા પ્રશ્ન વાચક શબ્દ થી પ્રશ્ન કરવાથી અવરોધો દૂર કરવાનો રસ્તો મળી જશે ઉપાય મળી જશે તે બે પ્રશ્ન વાચક શબ્દો આ છે.
1👉why ? , કેમ ? શા માટે?
2👉How ? કેવી રીતે ?
જો આપણે why ક્લિયર કરીશું તો How ક્લિયર કરવામાં વાર નહીં લાગે.
પ્રથમ આપણે why?, કેમ?, શા માટે? શબ્દોનો ઉપયોગ કરીને કેટલાક પ્રશ્નો કરીએ
👉આપણા સમાજ પાસે સમાજની માલિકીની હોસ્ટેલ કેમ નથી?
👉આપણા સમાજ પાસે સમાજ ની માલિકીની કોલેજ કેમ નથી?
👉આપણા સમાજ પાસે સમાજની માલિકીની હોસ્પિટલ કેમ નથી?
👉આપણા સમાજ પાસે સમાજની માલિકી નું સમાજ ભવન કેમ નથી?
👉આપણા સમાજ પાસે સમાજની માલિકીના સ્પર્ધાત્મક પરીક્ષા ના કોચિંગ ક્લાસ કેમ નથી?
👉આપણા સમાજ પાસે આઇ.એ.એસ. અને આઇ.પી.એસ. અધિકારીઓ કેમ નથી?
👉આપણા સમાજ પાસે ગર્લ્સ સ્કુલ, કોલેજ, હોસ્ટેલ કે મદરેસા કેમ નથી?
👉આપણા સમાજ દ્વારા આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને સમાજ તરફથી સ્કોલરશીપ કેમ આપવામાં આવતી નથી?
👉આપણા સમાજમાં ઉચ્ચ ક્ષેત્રે સફળ થયેલા વિદ્યાર્થી, કર્મચારી, આલીમ ,હાફીસ કે ઉધોગપતિઓ નું સન્માન કરવામાં કેમ આવતું નથી?
👉આપણા સમાજમાં સ્નેહ-સંમેલન, કેરિયર માર્ગદર્શન, અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા ઈનામ વિતરણ જેવા કાર્યક્રમો નું રેગ્યુલર આયોજન કેમ થતું નથી?
👉આપણા સમાજમાં ઉચ્ચ ક્ષેત્રે શિક્ષણ હાસિલ કરી સફળ થયેલી દીકરીઓનું સન્માન કેમ કરવામાં આવતું નથી?
👉આપણા સમાજ પાસે સંકટ સમયે ઉપયોગમાં લેવા માટેનું ફંડ કેમ નથી?
👉આપણા સમાજમાં પરિવર્તનશીલ નેતૃત્વ કેમ નથી?
👉આપણા સમાજની માલિકીની સાર્વજનિક સુવિધા જે દરેક ધર્મના લોકોને ઉપયોગમાં આવે જેવી કે પાણીની પરબ, વિશ્રામ ગૃહ કે ભોજનાલય કેમ નથી?
👉આપણા સમાજ પાસે સમાજ ની માલિકીનું ટ્રસ્ટ કેમ નથી?
👉આપણા સમાજ પાસે સમાજના દરેક વર્ગના લોકોને મળતી સરકારી સહાય અને યોજનાઓનું માર્ગદર્શન આપતું કાર્યાલય કેમ નથી?
👉આપણા સમાજ પાસે સમાજના દરેક વર્ગની દરેક માહિતી પૂરી પાડતો માસિક કે વાર્ષિક સામાયિક કે મેગેઝીન કેમ નથી?
👉આપણા સમાજમાં સમાજનું શ્રેષ્ઠ ગામ, શ્રેષ્ઠ કુટુંબ, શ્રેષ્ઠ દંપતી, શ્રેષ્ઠ દાનવીર ,શ્રેષ્ઠ સ્પીકર, શ્રેષ્ઠ સમાજસેવક , શ્રેષ્ઠ આગેવાન, શ્રેષ્ઠ રાજકીય નેતા જેવી સ્પર્ધાઓ અને એવોર્ડ આપવાના કાર્યક્રમ કેમ રાખવામાં આવતી નથી?
👉આપણા સમાજનું રાજકીય પક્ષમો અલગ-અલગ સેલ નિગમ અને સમિતિઓમાં નેતૃત્વ કે મહત્વ કેમ નથી?.....✍✍✍....
Social Plugin