શું તમે દાંતા 60 સમાજના નાગરિક છો? તો તમે તમારી ફરજો પ્રત્યે જાગૃત થાઓ.... જાગૃત થાઓ..... જાગૃત થાઓ....
📢📢📢📢📢📢📢📢🔈🔈🔈🔈🎤🎤🎤
ઘણાં લોકો સમજતા હોય છે કે સમાજ નું સંચાલન કરવું એ માત્ર આગેવાનોની ની જ ફરજ છે !!! પણ એવુ નથી. મિત્રો, સમાજ ના નીતિ નિયમો માં દરેક નાગરિકને નૈતિક રીતે તેના હક સામે કેટલીક ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપણે આપણાં હક પ્રત્યે વધારે જાગૃત બન્યા છીએ. પરંતુ સમાજ પ્રત્યેની ફરજ નિભાવવી એ પણ દરેક નાગરિકનુ કર્તવ્ય છે, ફરજ છે, જવાબદારી છે. સમાજ માં જુજ લોકો સિવાય કોઇ નાગરિકને તેની સમાજ પ્રત્યેની ફરજનો ખ્યાલ જ નથી અથવા ભુલી ચુકયા છે. તેથી માત્ર જાણ ખાતર અહી રજુ કરી રહ્યો છું.
– નૈતિક રીતે દરેક સમાજના નાગરિકના હકની સાથે-સાથે ફરજનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. (જેને કમનસીબે કોઇ પુછતું-જાણતું નથી અથવા પુછવા-જાણવા ઇચ્છતું નથી.)
– આપણે સૌ સમાજના નાગરિકો ધીરે-ધીરે પોતાના હક પ્રત્યે ઘણાં જાગૃત બની રહ્યા છીએ તો હવે સમાજ પ્રત્યે એક નાગરિક તરીકેની આપણી મૂળભૂત ફરજો પણ જાણી લેવી જોઇએ. (ઘણાંને થશે કે આ સમાજ પ્રત્યેની ફરજ એટલે શું?)
– લગભગ ખબર તો બધાને હશે કેમ કે શાળા કે મદ્રસા ના ભણતર સમયે દરેક પુસ્તકોમાં આ છાપવામાં તો જરૂર આવતું પણ તેને જોવાની કે સમજવાની દરકાર વિદ્યાર્થી તરીકે આપણે કયારેય કરી નથી અને તેને જણાવવાની કે સમજાવવાની તસ્દી શિક્ષક તરીકે અધ્યાપકોએ લીધી નથી. (આપણે ત્યાં પરિક્ષામાં પુછાતું ન હોય તેવા જ્ઞાનને કોઇ ન પુછે એવો રિવાજ છે ને!!)
સમાજના દરેક નાગરિકની મૂળભૂત ફરજો નીચે પ્રમાણે છે :
👉સમાજ ની કેટલીક જરૂરી માહિતી જેવી કે સમાજના હોદ્દેદારો અને કારોબારી કમિટીના સભ્યોના નામ અને ગામ ની પૂરી માહિતી થી પરિચિત હોવું સમાજના નાગરિકની ફરજ છે.
👉સમાજના હોદ્દેદારો અને કારોબારી કમિટીના સભ્યો ના પદ કેટલા વર્ષે ફેરબદલી થાય છે તેની જાણકારી હોવી ફરજ છે.
👉સમાજના સર્વાંગી વિકાસ માટે ની મીટીંગ, નવા હોદ્દેદારોની નિમણૂક માટેની મિટિંગ કે સાધારણ સભાની મિટિંગમાં હાજરી આપવી દરેક નાગરિકની ફરજ છે.
👉સમાજ પાસે સમાજની માલિકીની કેટલી સ્થાવર મિલકતો અને સંસ્થાઓ છે તેની માહિતી થી પરિચિત હોવું સમાજના દરેક નાગરિકની ફરજ છે.
👉સમાજ કેટલા અને કયા કયા ગામડાઓ ના સમૂહ થી બનેલો છે અને સમાજ ની જન સંખ્યા કેટલી છે તેની જાણકારી હોવી દરેક નાગરિકની ફરજ છે.
👉સમાજના રીત-રિવાજો અને નીતિ નિયમો પ્રત્યે વફાદાર રહેવાની અને તેના આદર્શો અને સંસ્થાઓનો આદર કરવાની સમાજના દરેક નાગરિકની ફરજ છે.
👉સમાજ ની કારોબારી સભા અને સાધારણ સભા વર્ષમાં કેટલી વાર મળે છે તેની માહિતી થી પરિચિત હોવું સમાજના નાગરિકની ફરજ છે.
👉સમાજ ની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવા માટેની ભૌતિક સુવિધાઓ જેવી કે મસ્જિદ, કબ્રસ્તાન, મદ્રસા, સ્કૂલ, કોલેજ, હોસ્ટેલ, હોસ્પિટલ, સ્પોર્ટ્સ સંકુલ અને સમાજ ભવન વગેરેને ઉભી કરવા અને તેની જાળવણી કરવા તન મન અને ધનથી સહકાર આપવો સમાજના દરેક નાગરિકની ફરજ છે.
👉સમાજના સર્વાંગી વિકાસ માટે આપણા સમાજના શુભચિંતકો દ્વારા થતી પ્રવૃત્તિઓને તન મન અને ધનથી સહકાર આપવાની, પ્રેરણા આપનારા ઉમદા આદર્શોને હ્રદયમાં પ્રતિષ્ઠિત કરવાની અને અનુસરવાની સમાજના દરેક નાગરિકની ફરજ છે.
👉 સમાજના એ નાગરિકો જેઓએ વિવિધ ક્ષેત્રે ઉચ્ચ ડીગ્રીઓ અને હોદ્દાઓ હાંસિલ કરી અને મોટા ઉદ્યોગોની સ્થાપના કરી સમાજને પ્રતિષ્ઠા અપાવી છે તેની માહિતીથી પરિચિત હોવું સમાજના નાગરિક ની ફરજ છે.
👉સમાજનાં સંગઠિતતા, એક્તા અને અખંડિતતાનું સમર્થન કરવાની, સહકાર આપવાની અને તેમનું રક્ષણ કરવાની સમાજના દરેક નાગરિકની ફરજ છે.
👉સમાજનું અસામાજીક તત્વોથી, અંધશ્રદ્ધાઓથી, સમાજ ની અખંડિતતા ને નુકસાન પહોંચાડતી પ્રવૃત્તિઓથી અને ગુનાખોરી પ્રવૃત્તિઓથી રક્ષણ કરવાની અને સમાજ સેવા બજાવવાની સમાજના દરેક નાગરિકની ફરજ છે.
👉ધાર્મિક, ભાષાકીય, પ્રાદેશિક અથવા સાંપ્રદાયિક મતભેદોથી દૂર રહીને, સમાજના તમામ લોકોમાં સુમેળ અને સમાન બંધુત્વની ભાવનાની વૃધ્ધિ કરવાની, સ્ત્રીઓના ગૌરવને અપમાનિત કરે તેવા વ્યવહારો ત્યજી દેવાની સમાજના દરેક નાગરિકની ફરજ છે.
👉સમાજ પાસે સમાજની માલિકી નું સામૂહિક ફંડ કેટલું છે અને તેની આવકના સ્ત્રોત કયા કયા છે તેની માહિતી થી પરિચિત હોવું દરેક નાગરિક ની ફરજ છે.
👉સમાજ દ્વારા સમાજના જરૂરતમંદ નાગરિકોને મળતી સહાય અને મદદની માહિતી થી પરિચિત હોવું સમાજના નાગરિક ની ફરજ છે.
👉આપણી સામાજિક સંસ્કૃતિના સમૃદ્ધ વરસાનું મૂલ્ય સમજી તે જાળવી રાખવાની સમાજના નાગરિક ની ફરજ છે
👉 જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુપક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનુ જતન કરવાની અને તેની સુધારણા કરવાની અને જીવો પ્રત્યે અનુકંપા રાખવાની સમાજના નાગરિક ની ફરજ છે.
👉 વૈજ્ઞાનિક માનસ, માનવતાવાદ અને જિજ્ઞાસા તથા સુધારણાની ભાવના કેળવવાની,જાહેર મિલકતનુ રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની અને દરેક ધર્મના લોકો સાથે ભાઇચારાનું વાતાવરણ બનાવી રાખવાની સમાજના દરેક નાગરિકની ફરજ છે.
👉સમાજ પુરુષાર્થ અને સિદ્ધિનાં વધુ ને વધુ ઉન્નત સોપાનો તરફ સતત પ્રગતિ કરતુ રહે એ માટે, વૈયક્તિક અને સામૂહિક પ્રવૃતિનાં તમામ ક્ષેત્રે શ્રેષ્ઠતા હાંસલ કરવાનો પ્રયત્ન કરવાની સમાજના દરેક નાગરિકની ફરજ છે.
👉નાગરિકોમાં જેઓ માતા-પિતા અથવા વાલી છે તેઓ પોતાના બાળકોને દિન અને દુનિયાના શિક્ષણ માટેની તમામ તક પૂરી પાડવી તેમની ફરજ છે.
સમાજ ના એક જાગૃત નાગરિક તરીકે આપણું કર્તવ્ય છે કે આપણે સૌ આપણી આ ફરજોને સન્માન આપીએ અને તે પ્રમાણે સમાજ પ્રત્યેનું આપણું કર્તવ્ય અને સમાજ પ્રત્યેની જવાબદારી નિભાવીએ.
બીજા લોકો તેમની ફરજ પ્રત્યે જાગૃત છે કે નહી તે વિચારતા પહેલા આપણે પોતાની જાતને પણ પુછવું જોઇએ કે શું આપણે પોતાની ફરજ બજાવી રહ્યા છીએ?..
જો આપણે આપણા સમાજ પ્રત્યેની આપણી ફરજો નહીં નિભાવીએ તો આપણે જ આપણા સમાજનું નુકસાન કરીએ છીએ અને અપમાન કરીએ છીએ.
ક્યાંય જરૂર કરતો વધારે લખાઈ ગયું હોય તો માફ કરશો..........✍✍✍✍
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲
0 Comments
Coments