![]() |
મુસ્લિમ_સમાજ અને હિજાબ... નકાબ...પરદાપ્રથા
--#માન_મોભો_અને_મર્યાદા.
🔴ભલે લોકો કહે હિજાબ... નકાબ...પરદાપ્રથા એ અભિશાપ છે, પણ મારા મતે તો તે મુસ્લિમ સ્ત્રીઓની શાન છે 🔴
#નોંધ : આ લેખ નો ઉદ્દેશ કોઈ પણ સમાજની સ્ત્રીઓની આઝાદી છીનવવાનો નથી કે કન્યા કેળવણી વિરુદ્ધ ભડકાવવાનો પણ નથી. માત્ર મુસ્લિમ સમાજની સ્ત્રી અને દીકરીઓએ જાળવેલ મર્યાદા અને સંસ્કૃતિના મૂલ્યોને ઉજાગર કરે છે.
👉માન અને મર્યાદાનું ઉલ્લંઘન કરવું એ શિક્ષણ નથી.
👉પોતાની સંસ્કૃતિ ભૂલી બીજાનો પહેરવેશ ધારણ કરવો તે શિક્ષણ નથી.
👉સમાજ ની મર્યાદાનું અપમાન કરવું તે શિક્ષણ નથી.
👉સમાજ, સભ્યતા અને સંસ્કૃતિ નું છેદન કરવું તે સ્ત્રી આઝાદી કે સ્ત્રી કેળવણી નથી.
ઘણા બધા શિક્ષિત લોકો, સરકાર અને સ્ત્રી કેળવણી માટે કામ કરતી સંસ્થાઓ દ્વારા સ્ત્રીને માન સન્માન સાથે દરેક પ્રકાર ની આઝાદી અને હકો મળે તેવા પ્રયાસો કરતા જોયા છે, જે સારી બાબત છે
અને મારા મતે પણ સ્ત્રીને માન, સન્માન અને પુરુષ જેટલી આઝાદી જેટલી શરિયત ની છૂટ છે તે મળવી જોઈએ.
આજે અન્ય બાબતોને બાજુ પર મૂકી વાત કરવી છે હિજાબ... નકાબ... પરદાપ્રથાની. વર્ષોથી મુસ્લિમ સમાજની સ્ત્રીઓ /બહેનો હિજાબ... નકાબ...પરદાપ્રથાને જાળવી રહી છે. પરંતુ વધુ પડતા શિક્ષિત, સઁસ્કૃતિને ના જાણનારા, શહેરીકરણ ની સુવાસ વાળા અને વિદેશી ફેશનને વરેલા લોકો દ્વારા હિજાબ... નકાબ...પરદાપ્રથાને એક અભિશાપ તરીકે ઓળખવામાં કે બતાવવામાં આવે છે,જે અયોગ્ય છે. મારા મતે મુસ્લીમ સમાજ માં હિજાબ... નકાબ...પરદાપ્રથા અભિશાપ નહીં, પણ મુસ્લિમ સ્ત્રીની શાન છે, જે મુસ્લીમ સમાજ માટે માન છે. !!!!
જો વાત કરવામાં આવે માન - સન્માનની, તો મુસ્લીમ સમાજ દ્વારા માત્ર મુસ્લીમ સમાજનીજ નહીં પરંતુ દરેક સમાજ કે ધર્મની સ્ત્રીઓને પૂરતું માન સન્માન આપવામાં આવે છે. અને જાણ સારું કહી દઉં કે અન્ય કોઈ સ્ત્રીને મુસ્લીમ સમાજની સ્ત્રી કે પુરુષની હાજરીમાં આંગળી પણ ના કરી શકે.
જો લોકો કહેતા હોય કે મુસ્લીમ સમાજ ની સ્ત્રીઓને પૂરતી આઝાદી મળી નથી. તો મારો જવાબ છે કે મુસ્લીમ સમાજની સ્ત્રીઓને તે વર્ષોથી આઝાદી મળેલ છે, એટલેજ તો આજે પણ દરેક ધાર્મિક, સામાજિક અનેશૈક્ષણિક બાબતે આગળ હોય છે એટલે કે આઝાદ છે, પણ સમાજ ની મર્યાદા રહીને.
ઘણા લોકોએ સ્ત્રી આઝાદીને વિદેશી ફેશન સાથે જોડી દીધી છે. તેઓ એવુજ માને છે કે ટૂંકા વસ્ત્ર ધારણ કરી જાહેર જીવનમાં એકલું ફરવું તેજ આઝાદ સ્ત્રી. પરંતુ તે સભ્ય સમાજનું અપમાન છે. જે સ્ત્રી અને પુરુષ બંને ને લાગુ પડે છે.
ઘણી જગ્યાએ જોયેલું છે કે ઘર કે પરિવારના સભ્યોની હાજરી માં ઘરની શાન (વહુ કે દીકરી) ટૂંકા અને ફીટ વસ્ત્રોમાં બેઠી બેઠી ફેસબુક ચેટિંગ કરતી હોય છે. શું તમે તેને આઝાદી કહો છો ?. જી નહીં તે સમાજ અને સંસ્કૃતિની માન મર્યાદા નું ઉલ્લંઘન છે.
છોડો એવી બધી વાતો, તમને વાત કરું મુસ્લીમ સમાજની સ્ત્રીઓએ જાળવેલી મર્યાદા, અને સંસ્કૃતિના મૂલ્યની.
જયારે સમાજના આગેવાન કે કુટુમ્બના મોભી ભેગા થઈને બેઠા હોય અને ત્યારે જો કોઈ મુસ્લિમ સ્ત્રીને નીકળવું હોય તો તે પોતાના ઘૂંઘટ કે દુપટ્ટા ને બરાબર કરી ધીમી ગતિ એ ચાલીને ત્યાંથી નીકળે છે, જયારે કોઈ સ્ત્રીની સામે કોઈ પુરુષ આવતો હોય તો તે ઘૂંઘટ ઢાંકી પુરેપુરો રસ્તો આપી બાજુમાં ઉભી રહી જાય છે. ઘરકે પરિવારના સભ્યો જોડે માન અને મર્યાદાનો ખ્યાલ રાખી વાત કરે છે, કોઈ સ્ત્રી પોતાના પતિનું નામ પણ મુખેથી નથી લેતી. સમાજ ના લોકો વચ્ચે પુરુષો કરતા ઊંચે બેસતી પણ નથી. મુસ્લિમ સ્ત્રી ગમે એટલી શિક્ષિત હોય છતાં પણ સમાજની દરેક મર્યાદાનું પાલન પોતાની રીતે દબાણ વગર કરે છે. જે સંસ્કૃતિના મૂલ્યોનું સરંક્ષણ કરે છે.
મુસ્લિમ સમાજની સ્ત્રીઓ સમાજના રીત રિવાજ નું પાલન કરવા માટે કોઈ પણ પ્રકાર નું દબાણ કરવામાં આવતું નથી, પરંતુ તે પોતાની શાન સમજી પાલન કરતી રહી છે.
આમ મુસ્લિમ સમાજની સ્ત્રીઓ પોતાની દરેક મર્યાદાનું પાલન કરે છે અને સમાજ ના રીત રિવાજ તથા સંસ્કૃતિને કાયમ રાખવા એકમત છે.
અંતમાં... મુસ્લિમ સમાજની દરેક બહેનો અને માતાઓને સમાજની માન મર્યાદા જાળવવા અને સંસ્કૃતિને ટકાવી રાખવા બદલ અભિનંદન પાઠવીએ છીએ. આભાર વ્યકત કરીએ છીએ અને તમારા પર ગર્વ અનુભવીએ છીએ...
સાથે સાથે વધતા જતા શહેરીકરણ, આધુનિકીકરણ અને વિદેશી ફેશન અને પહેરવેશના પડછાયા માં આપ નહીં આવો તેવી આશા રાખું છું, સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટ નો દુરુપયોગ નહીં કરશો... માન મર્યાદા ને ઓળંગીને તમારી શાનની વિરુદ્ધ હોય તેવા સ્ટેટસ પર ફોટા નહીં મૂકો એવી આશા રાખીએ છીએ અને આપ શિક્ષિત બની સમાજને શિક્ષિત બનાવવા આપનું યોગદાન આપશો તથા સમાજની માન, મર્યાદા અને મોભા ની જાળવવની કરતા રેહશો.
#યાદ_રાખો :શિક્ષિત બનવું તેનો અર્થ એવો નથી કે માન, મર્યાદા અને સંસ્કૃતિને ભૂલી જવી.
#The_best_society_can_be_built_from_an_educated_and_limited_woman.
0 Comments
Coments