🎯 અમેરિકામાં રજીસ્ટર નર્સ (RN) બનવા માટે ભારતીય વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શિકા...💉
અમેરિકા એ વૈશ્વિક સ્તરે હેલ્થકેર અને નર્સિંગ માટે સર્વશ્રેષ્ઠ તક પ્રદાન કરે છે. ભારતીય નર્સિંગ વિદ્યાર્થીઓ માટે Registered Nurse (RN) બનવા બે મુખ્ય માર્ગો છે:
1. ભારતમાં GNM અથવા B.Sc. Nursing પૂર્ણ કર્યા પછી NCLEX-RN પરીક્ષા પાસ કરીને નર્સ તરીકે નોકરી મેળવવી.
2. ભારતમાં 12th Science (Biology) પછી અમેરિકામાં ADN અથવા BSN નર્સિંગ અભ્યાસ પૂર્ણ કરીને NCLEX-RN પરીક્ષા પાસ કરીને નર્સ તરીકે નોકરી મેળવવી.
1️⃣ ભારતીય નર્સિંગ અભ્યાસ પછી (GNM/B.Sc. Nursing) અમેરિકામાં RN બનવા માટેની પ્રક્રિયા.
(A) શૈક્ષણિક લાયકાત અને તૈયારી
✅ GNM (General Nursing and Midwifery) - 3 વર્ષનો ડિપ્લોમા
✅ B.Sc. Nursing - 4 વર્ષનો અભ્યાસ
✅ TOEFL/IELTS (Minimum Score Required)
✅ પરીક્ષા અને લાયસન્સ માટે CGFNS, NCLEX-RN પરીક્ષા ની તૈયારી
(B) સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ :
🔹 Step 1: CGFNS (Commission on Graduates of Foreign Nursing Schools) Evaluation:
- CGFNS સંસ્થા તમારી નર્સિંગ ક્વોલિફિકેશનનું મૂલ્યાંકન કરે છે. ભારતીય નર્સિંગ ડિગ્રી US equivalency માટે ચકાસે છે.
- CGFNS અથવા Credential Evaluation Service (CES) કોઇ પણ એકની વેબસાઇટ પર રજીસ્ટર કરી તમારા દસ્તાવેજો અપલોડ કરો.
- જો અમુક રાજ્યોમાં તમારું અભ્યાસક્રમ અધુરું ગણાશે, તો તેઓ તમને વધારાનું શિક્ષણ લેવા કહેશે.
- CGFNS CP(Certification Program) એ NCLEX-RN પરીક્ષા પહેલા CGFNS દ્વારા લેવાતી એક અલગ પરીક્ષા છે, જે કેટલાક રાજ્યો માટે જરૂરી છે.
- CGFNS તમારું પ્રમાણપત્ર બોર્ડ(BON)માં મોકલશે.
- - દરેક પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી, BON તમને ATT પત્ર મળશે, જે NCLEX-RN પરીક્ષા આપવા માટેની મંજૂરી આપે છે.
🔹 Step 2: English Proficiency Test (TOEFL/IELTS)
- IELTS (Overall 6.5-7.0) અથવા TOEFL (80+) પાસ કરવું જરૂરી.
🔹 Step 3: State Board of Nursing (BON) Application
- જે રાજયમાં તમે નોકરી કરવા ઈચ્છો છો ત્યાંના નર્સિંગ બોર્ડમાં (BON) રજીસ્ટર્ડ નર્સ (RN) તરીકે લાયસન્સ માટે અરજી કરો અને જરૂરી દરેક ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- BON તમારા શૈક્ષણિક લાયકાત, CGFNS Credential Evaluation (જ્યારે જરૂરી હોય), English proficiency, Criminal background check વગેરે ચકાસે છે.
- CGFNS તમારું નર્સિંગ ક્વોલિફિકેશનનું પ્રમાણપત્ર બોર્ડમાં મોકલશે.
- જો તમારી અરજી સ્વીકારવામાં આવે છે, તો BON ATT (Authorization to Test) પત્ર ઈસ્યુ કરશે.
- ATT પત્ર Pearson VUE (NCLEX પરીક્ષા માટેના ઓફિશિયલ પ્રોવાઈડર) દ્વારા NCLEX-RN માટે એપ્લીકન્ટને મોકલવામાં આવે છે.
🔹 Step 4: NCLEX-RN (National Council: Licensure Examination for Registered Nurses)
- ATT મળ્યા પછી, તમે Pearson VUE દ્વારા NCLEX-RN માટે રજીસ્ટ્રેશન કરી શકો છો.
- ATTની મર્યાદા (Validity) સામાન્ય રીતે 90 દિવસથી 365 દિવસ વચ્ચે હોય છે (રાજ્ય પ્રમાણે ફેરફાર થાય).
- NCLEX-RN એ Computer Adaptive Test (CAT) છે, જે US Nursing Board (NCSBN) દ્વારા લેવામાં આવે છે.
- જે Pearson VUE દ્વારા તમારા દેશમાં પણ આપી શકો છો.
- NCLEX-RN પાસ કર્યા પછી અમેરિકાના રાજ્ય બોર્ડ (BON) માં લાયસન્સ કોડ ઇસ્યૂ કરશે.
📢 નોંધ: NCLEX-RN પરીક્ષા માટે Critical Thinking, Nursing Skills, Ethics, Patient Care જેવા વિષયો માટે તૈયારી જરૂરી છે.
🔹 Step 5: VisaScreen® પ્રક્રિયા:
- VisaScreen® NCLEX-RN લાયસન્સ પછીની પ્રક્રિયા છે.
- VisaScreen® એ CGFNS (Commission on Graduates of Foreign Nursing Schools) દ્વારા આપવામાં આવતું સર્ટિફિકેશન પ્રોગ્રામ છે, જે યુએસ હેલ્થકેર વિઝા (H-1B, EB-3, TN Visa) માટે લાયકાત સાબિત કરવું જરૂરી કરે છે.
- VisaScreen® સિવાય, નર્સને યુએસમાં કામ કરવા માટે લાયકાત નહીં મળે, ભલે NCLEX-RN પાસ કરેલું હોય.
- યુએસમાં કામ કરવા માટે વિઝા મેળવવા માટે USCIS (United States Citizenship and Immigration Services) એ VisaScreen® પ્રમાણપત્ર માગે છે.
- VisaScreen® વિના તમે યુએસમાં કામ કરવા માટે વિઝા (H-1B, EB-3) માટે અરજી કરી શકશો નહીં.
- CGFNS પાસેથી VisaScreen® સર્ટિફિકેટ મેળવી યુએસ વિઝા માટે અરજી કરવી
🔹 Step 6: Visa Sponsorship & Job Search
- યુએસની હોસ્પિટલ, નર્સિંગ હોમ, અથવા હેલ્થકેર સ્ટાફિંગ એજન્સી શોધો જે આંતરરાષ્ટ્રીય નર્સો માટે વિઝા સપોર્ટ આપે.
- મોટાભાગની હોસ્પિટલો અને નર્સિંગ એજન્સીઓ EB-3 (એમ્પ્લોયમેન્ટ-બેઝ્ડ ગ્રીન કાર્ડ) અથવા H-1B વિઝા માટે સ્પોન્સર કરે છે.
- USA ની નર્સ job ની જાહેરાતમાં “Visa Sponsorship Available” અથવા “International Nurses Welcome” લખેલા જોબમાં અરજી કરો.
- અમેરિકન હૉસ્પિટલ કે એજન્સી સાથે ઇન્ટરવ્યૂ ક્લિયર કરો.
- જ્યારે તમારું પસંદગી થાય, ત્યારે તમારો એમ્પ્લોયર I-140 વિઝા પિટિશન ફાઇલ કરશે.
🔹 Step 7: યુ.એસ. વર્ક વિઝા માટે અરજી કરો:
- VisaScreen® અને I-140 મંજૂરી મળ્યા પછી, નીચેના વિકલ્પો પરથી વિઝા માટે અરજી કરો:
✅ EB-3 વિઝા (પરમનન્ટ રેસિડન્સી – ગ્રીન કાર્ડ)
- નર્સ માટે સૌથી સામાન્ય વિઝા.
- તમારે સ્પોન્સરશિપની જરૂર પડશે.
✅ H-1B વિઝા (ટેમ્પરરી વર્ક વિઝા)
- સામાન્ય નર્સ માટે ઓછી શક્યતા.
- ICU, Critical Care, Advanced Practice Nurses માટે ઉપલબ્ધ.
- ઇમિગ્રેશન અને યુએસસીઆઇએસ મંજૂરીની જરૂર.
🔷 ફ્લાઇટ બુક કરો અને અમેરિકામાં જાઓ:
- વિઝા મળ્યા પછી, તમારી ફ્લાઇટ બુક કરો અને અમેરિકામાં જાઓ.
🔷 સ્પોન્સર દ્વારા તાલીમ:
- તમારું સ્પોન્સર તમને નોકરીની શરુઆતમાં તાલીમ આપશે.
🔷 સંપૂર્ણ પ્રક્રિયા માટે સમયરેખા:
⏳ 0-3 મહિના: NCLEX-RN પરીક્ષા પાસ કરો
⏳ 3-6 મહિના: નોકરી શોધો અને જોબ ઑફર મેળવો
⏳ 6-12 મહિના: વિઝા સ્પોન્સરશિપ અને I-140 મંજૂરી મેળવો
⏳ 12-24 મહિના: વિઝા પ્રોસેસ અને યુ.એસ.માં જવું
🔷 યુ.એસ.માં નર્સ માટે સેલરી અપેક્ષા
💰 એવરેજ RN સેલરી: $65,000 – $95,000/ year (રાજ્ય અને અનુભવ પર આધાર રાખે)
💰 Hourly : $30 – $45 (સ્થાન પર આધાર રાખે)
💰 વધુ પગાર વાળા રાજ્ય: કેલિફોર્નિયા, ન્યુ યોર્ક, ટેક્સાસ, ફ્લોરિડા.
2️⃣ 12th Science (Biology) પછી અમેરિકામાં ADN અથવા BSN કરીને RN બનવા માટેની પ્રક્રિયા.
ભારતીય વિદ્યાર્થી કે વિદ્યાર્થીની ધોરણ 12 (Biology) પછી અમેરિકામાં ADN (Associate Degree in Nursing) અથવા BSN (Bachelor of Science in Nursing) કરીને Registered Nurse (RN) બની શકે.
(A) શૈક્ષણિક લાયકાત અને તૈયારી.
✅ 12th Science (Biology, Chemistry, Physics) પાસ હોવું જોઈએ.
✅ TOEFL/IELTS એડમિશન માટે જરૂરી છે.
✅ SAT/ACT પરીક્ષા: ADN માટે નહીં, પણ કેટલીક BSN કરાવતી યુનિવર્સિટીઝ માટે જરૂરી હોઈ શકે.
(B) કોલેજ અને યુનિવર્સિટી શોધવી:
- ADN (Associate Degree in Nursing) – 2 વર્ષ (Community College/Technical College)
- BSN (Bachelor of Science in Nursing) – 4 વર્ષ (University/College)
📌 એડમિશન માટે જરૂરી પગલાં:
1️⃣ કોલેજમાં એડમિશન લો અને I-20 ફોર્મ મેળવો.
2️⃣ SEVIS ફી ($350) ચુકવો.
3️⃣ DS-160 ફોર્મ ભરવું અને MRV ફી ($185) ચુકવવી અને Student Visa (F-1) માટે અરજી કરવી.
4️⃣ US Embassy માં વિઝા ઈન્ટરવ્યૂ માટે શેડ્યૂલ કરવું.
5️⃣ વિઝા ઈન્ટરવ્યૂ પાસ કર્યા પછી, યુ.એસ.માં જવા માટે તૈયાર થવું.
🔷 ADN અથવા BSN કોર્સ અને અભ્યાસક્રમ:
📌 ADN (Associate Degree in Nursing)
🕒 અવધિ: 2 વર્ષ
🏫 કોલેજ: Community Colleges, Technical Schools
📚 વિષયો: Anatomy, Physiology, Pharmacology, Nursing Ethics
✅ ફાયદા: ઓછા સમયમાં ઓછી ફી સાથે RN લાઇસન્સ મેળવી શકશો
📌 BSN (Bachelor of Science in Nursing):
🕒 અવધિ: 4 વર્ષ
🏫 કોલેજ: Universities, Nursing Schools
📚 વિષયો: Advanced Nursing Theories, Public Health, Leadership
✅ ફાયદા: વધુ નોકરીની તકો, ઊંચો પગાર, અને મેનેજમેન્ટ રોલ માટે વધુ તકો
📢 નોંધ: ADN કર્યા પછી, BSN માટે Bridge Program (RN-to-BSN) પણ કરી શકો.
💡 ટિપ: જો તમારે વધુ ઝડપથી RN બનવું હોય તો ADN પસંદ કરો, અને જો વધુ પડતી તકો અને ઊંચો પગાર મેળવવો હોય તો BSN શ્રેષ્ઠ વિકલ્પ છે! 🚀
🔷 ADN અથવા BSN અભ્યાસ પૂરું કર્યા પછી – NCLEX-RN પરીક્ષા
✅ BSN અથવા ADN અભ્યાસ પૂર્ણ થયા પછી અને Clinical Training and Practical Sessions પછી NCLEX-RN (National Council Licensure Examination - Registered Nurse) પરીક્ષા આપવી જરૂરી છે.
✅ NCLEX-RN માટે રાજ્યના Board of Nursing (BON) માં અરજી કરવી.
✅ Pearson VUE માં NCLEX માટે રજીસ્ટ્રેશન કરવું. (Fee: $200)
✅ Authorization to Test (ATT) લેટર મળ્યા પછી NCLEX-RN પરીક્ષા આપવી.
✅ પરિક્ષા પાસ કર્યા પછી, તમારે RN લાઈસન્સ માટે અરજી કરવી.
🔷 Visa Sponsorship અને નોકરી મેળવવાની પ્રક્રિયા:
📌 NCLEX-RN પાસ કર્યા પછી, તમારે યુ.એસ.માં કામ કરવા માટે વિઝાની જરૂર પડશે.
📌 વિઝા વિકલ્પો:
✅ H-1B Visa: Temporary Work Visa (Specialized Nurses માટે).
✅ EB-3 Visa: Green Card (Permanent Residency) – Registered Nurses માટે વધુ પ્રમાણમાં.
📌 Visa Sponsorship માટે જરૂરી પગલાં:
1️⃣ US HealthCare Agency અથવા Hospital શોધવી જે Visa Sponsorship આપે.
2️⃣ VisaScreen® CGFNS (Commission on Graduates of Foreign Nursing Schools) પ્રક્રિયા પૂરી કરવી.
3️⃣ US Employer દ્વારા I-140 Visa Petition ફાઇલ કરાવવું.
4️⃣ Visa મંજૂર થયા પછી, તમારે U.S. Consulate/Embassy માં ઇન્ટરવ્યૂ આપવું.
5️⃣ EB-3 વિઝા મળી ગયા પછી, તમે નોકરી શરૂ કરી શકો.
📢 ટિપ: Job Search માટે Indeed, LinkedIn, Glassdoor, NurseRecruiter, US Nurse Staffing Agencies ઉપયોગી સાબિત થાય.
🔷 અંદાજીત ખર્ચ અને પગાર:
💰 ADN માટે ટ્યુશન ફી: $10,000 – $30,000 (₹8 – ₹25 લાખ)
💰 BSN માટે ટ્યુશન ફી: $30,000 – $60,000 (₹25 – ₹50 લાખ)
💰 NCLEX-RN પરીક્ષા ફી: $200 (₹16,500)
💰 VisaScreen® ફી: $540 (₹45,000)
📌 RN ની સરેરાશ સેલરી (USA):
$65,000 – $100,000 / વર્ષે (~₹55 – ₹85 લાખ)
$30 – $45/કલાક (₹2,500 – ₹3,750)
Strategies)
📍 નોકરી શોધવાની રણનીતિ (Job Search )
📍કયા પ્લેટફોર્મ પર નોકરી માટે શોધ કરવી?
🔹 હૉસ્પિટલ કેરિયર પેજ
- Mayo Clinic, Cleveland Clinic, Johns Hopkins, NewYork-Presbyterian, વગેરે.
🔹 ઇન્ટરનેશનલ નર્સિંગ રિક્રૂટમેન્ટ એજન્સી
- Avant Healthcare (https://avanthealthcare.com/)
- Adevia Health (https://www.adevia.com/)
- Conexus MedStaff (https://conexusmedstaff.com/)
- O’Grady Peyton International (https://www.ogradypeyton.com/)
🔹 જોબ પોર્ટલ
- Indeed (https://www.indeed.com)
- Glassdoor (https://www.glassdoor.com)
- SimplyHired (https://www.simplyhired.com)
- NurseRecruiter (https://www.nurserecruiter.com)
🔹 LinkedIn નેટવર્કિંગ
- યુ.એસ.માં Visa Sponsorship for Nurses શોધો.
- રિક્રૂટર્સ અને હૉસ્પિટલ સાથે જોડાઓ.
🔷 વિઝા સ્પોન્સર માટે જરૂરી દસ્તાવેજો:
✅ NCLEX-RN લાઇસન્સ (યુ.એસ. બોર્ડ ઓફ નર્સિંગમાંથી)
✅ VisaScreen® સર્ટિફિકેટ (CGFNS દ્વારા)
✅ અમેરિકાના એમ્પ્લોયર દ્વારા જોબ ઑફર
✅ TOEFL/IELTS/PTE પાસ કર્યું હોવું જોઈએ
✅ પાસપોર્ટ અને ઓળખ દસ્તાવેજો
🔷 સારાંશ:
✔ ભારતીય GNM/B.Sc. Nursing વિદ્યાર્થીઓ NCLEX-RN પાસ કરીને અને US Visa Sponsorship મેળવીને નોકરી મેળવી શકે છે.
✔ 12th Biology પછી ADN/BSN અભ્યાસ દ્વારા NCLEX-RN પાસ કર્યા પછી US Hospitals અને Nursing Homes માં નોકરી મળી શકે છે.
✔ Visa Sponsorship માટે USA Hospitals અને Nursing Agencies જોડે જોડાવું જરૂરી.
✔ NCLEX-RN અને CGFNS પ્રમાણપત્ર વગર અમેરિકામાં નર્સ તરીકે કામ કરી શકાતું નથી.
આ પ્રોસેસ દ્વારા તમે Registered Nurse (RN) બની, અમેરિકામાં ઉચ્ચ પગાર અને સ્થિર નોકરી મેળવી શકો છો. 🚀
0 Comments
Coments